Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

મ્યાનમારના ચિન પ્રાંતના મુખ્યમંત્રી લુઆઇ ભારતમાં શરણાર્થી બન્યા

તખ્તા પલટ બાદ ૯૨૪૭ લોકોએ મિઝોરમમાં શરણુ લીધુ

આઇઝોલઃ મ્યાનમારમાં તખ્યાપલટ બાદ છેલ્લા કેટલાક મહિનામાં ૯,૨૪૭ જેટલા લોકો મિઝરોમ ભાગી ગયેલ. જેમાં ચિન પ્રાંતના મુખ્યમંત્રી લુઆઇ પણ સામેલ છે. એક પોલીસ અધિકારી મુજબ લુઆઇ સોમવાર રાત્રે સીમા પાર કરી મીઝોરમના સુદુર ચમ્ફાઇ જીલ્લામાં શરણ લેવા પહોંચેલ.

લુઆઇ સહિત આંગ સાનસુની પાર્ટી નેશનલ લીગના ૨૪ નિર્વાચીત પ્રતિનિધીઓએ મિઝોરમના અલગ -અલગ વિસ્તારોમાં શરણ લીધી છે. સૂકી ને સૈન્ય શાસને અપહસ્થ કરી જેલમાં નાખી દીધા છે. મ્યાનમારના ચિન સમુદાય અને ભારતમાં મિઝો લોકો એક જ વંશના છે.

ચિની લોકો મ્યાનમારના ચિન રાજ્યમાં વસેલા છે. જે મિઝોરમ સાથે ૪૦૪ કિ.મી.ની ઝરઝરા સીમા સાથે જોડાયેલ છે. શરણાર્થીઓમાં મોટી સંખ્યામાં સુરક્ષાકર્મી સામેલ છે. જેમાં મોટાભાગના પોલીસવાળા છે. અગાઉ મિઝોરમ સરકારે કેન્દ્ર પાસે શરણાર્થીઓને માનવીય સંકટના રૂપમાં જોવાનો આગ્રહ કરેલ.

(3:11 pm IST)