Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

લોન્ચિંગ પહેલા જ Windows ૧૧ની જાણકારી થઇ ગઈ લીક : ચીની વેબસાઇટ પર મળ્યાં સ્ક્રિન શોટ્સ

નવી દિલ્હી,તા. ૧૭: વિન્ડોઝનું નવું વર્ઝન નવા ઇન્ટરફેસ સાથે આવી રહ્યું છે. તેમાં નવું સ્ટાર્ટ મેન્યુ, રાઉન્ડેડ કોર્નર્સ જેવા ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. નવા અપડેટ સાથે નવો વિન્ડોઝ લોગો પણ લોન્ચ કરવામાં આવશેદિગ્ગજ ટેક કંપની માઇક્રોસોફ્ટ પર્સનલ કમ્પ્યુટર યુઝર્સ માટે વિન્ડોઝ ઓપરેટિંગ સિસ્ટમમાં મોટો ફેરફાર કરવા જઈ રહી છે. માનવામાં આવે છે કે વિન્ડોઝ ૧૧ ૨૪ જૂને લોન્ચ થઈ શકે છે. જોકે, માઈક્રોસોફ્ટ ઇવેન્ટ પહેલા જ વિન્ડોઝ ૧૧ વિશેની માહિતી લીક થઈ ગઈ છે. વિન્ડોઝ ૧૧ના સ્ક્રીનશોટ ચાઇનીઝ વેબસાઇટ Baidu પર મળી આવ્યા છે.વિન્ડોઝનું નવું વર્ઝન નવા ઇન્ટરફેસ સાથે આવી રહ્યું છે. તેમાં નવું સ્ટાર્ટ મેન્યુ, રાઉન્ડેડ કોર્નર્સ જેવા ઘણા ફેરફારો કરવામાં આવ્યા છે. નવા અપડેટ સાથે નવો વિન્ડોઝ લોગો પણ લોન્ચ કરવામાં આવશે. XDA Developers નું કહેવું છે કે આ વાદળી માઇક્રોસોફ્ટ લોગો છે. લીક થયેલી આ તસ્વીરમાં મોટાભાગનું UI ન્યુ સન વેલી ડિઝાઇન થીમ પર જોવા મળી રહ્યું છે.ડાર્ક મોડ માટે સપોર્ટ સાથે આવવાની આશા- એપ્લિકેશન આઇકન્સને ખસેડવા અને મેનૂને ડાબી બાજુ શરૂ કરવા માટેનો એક વિકલ્પ પણ છે. વિન્ડોઝ ૧૧ પણ ડાર્ક મોડ માટે સપોર્ટ સાથે આવે તેવી આશા છે. વિન્ડોઝ ૧૧માં બીજો ફેરફાર એ રાઉન્ડેડ કોર્નર્સ છે. સ્ટાર્ટ મેન્યુ, ફાઇલ એકસપ્લોરર, કોન્ટેકસ્ટ મેન્યુ જેવા યુઆઈના મુખ્ય એલીમેન્ટ્સ રાઉન્ડેડ કોર્નર્સ સાથે આપવામાં આવ્યા છે.

XDA Developersએ જણાવ્યું છે કે વિન્ડોઝ સર્ચમાં પણ મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. યુઝર્સ હવે એપ્લિકેશન, ડોકયુમેન્ટ્સને સેટિંગ્સ અનુસાર ફિલ્ટર કરી શકશે. વિન્ડોઝ ૧૧માં નવા સ્નેપ કંટ્રોલ પૂરા પાડવામાં આવ્યા છે, જે મેકિસમાઇઝ બટન દ્વારા એકસેસ કરી શકાય છે.

(3:10 pm IST)