Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

સોનૂ સુદ પર કોરોનાની દવા કયાંથી લાવ્યા તે મુદ્દે તપાસનો બોમ્બે હાઈકોર્ટનો આદેશ

મુંબઇ,તા. ૧૭: બોમ્બે હાઇકોર્ટે ગઇકાલે મહારાષ્ટ્ર સરકારને નિર્દેશ કર્યો કે લોકો માટે કોરોનાની દવાની ખરીદી માટે સોનૂ સુદની ભૂમિકાની તપાસ કરવામાં આવે. સાથે જ કોર્ટે કોંગ્રેસ વિધાયક ઝીશાન સિદ્દીકી વિરુદ્ઘ પણ તપાસના આદેશ આપ્યા છે.

હાઇકોર્ટે કહ્યું કે આ લોકોએ પોતાની જાતને મસીહારૂપે બતાવ્યા છે અને તે વાતની તપાસ પણ કરવામાં આવે કે દવાઓ નકલી તો નહોતી ને અને લીગલ રીતે ખરીદવામાં આવી હતી કે નહી, ન્યાયમૂર્તિ દેશમુખ અને ન્યાયમૂર્તિ કુલકર્ણીની પીઠને મહાધિવકતા આશુતોષ કુંભકોણીએ કહ્યું કે મહારાષ્ટ્ર સરકારે ચેરિટેબલ ટ્રસ્ટ BDR ફાઉન્ડેશન તેમજ તના ન્યાસિયા વિરુદ્ઘ કેસ નોંધાવ્યો છે. જે બાદ પીઠે મહારાષ્ટ્ર સરકારને તપાસના આદેશ આપ્યા હતા.

કુંભકોણીએ કહ્યું કે સિદ્દીકી માત્ર તે જ નાગરિકોને દવા પહોંચાડી રહ્યાં છે જેમનો તે લોકો સંપર્ક કરી રહ્યાં છે. તેમણે કહ્યું કે ગોરેગાવથી સોનૂ સૂદે દવાઓ ખરીદી હતી. મહત્વનું છે કે કોરોના બીજી લહેરમાં સોનૂ સૂદે દરેકને ઓકિસજન અને દવાઓ પહોંચાડી હતી. હવે આ મુદ્દે તપાસના આદેશ આપ્યા છે.

(3:09 pm IST)