Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

રક્ષા સેકટરમાં મોટો ફેરફાર : ઓએફબીના 'ખાનગીકરણ'ને સરકારની લીલીઝંડી

ઓએફબી અંતર્ગત આવનારા તમામ ગોળા બારૂદ, હથિયાર અને બીજા સૈન્ય સામાનની ૪૧ ફેકટરીઓ સહિત અલગ અલગ કોર્પોરેટ કંપનીઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે

નવી દિલ્હી,તા.૧૮:રક્ષા સેકટરમાં મોટા ફેરફાર તરફ પગલા ભરતા સરકારે સરકારી ઉપક્રમ ઓર્ડિયન્સ ફૈકટ્રી બોર્ડ એટલે કે ઓએફબીના 'ખાનગીકરણ'ને લીલી ઝંડી આપી દીધી છે. ગઇ કાલે કેબિનેટની થયેલી મીટિંગમાં આ વાતનઁ નિર્ણય લેવામાં આવ્યો કે ઓએફબીના અંતર્ગત આવનારા તમામ ગોળા બારુદ, હથિયાર અને બીજા સેન્ય સામાનની ૪૧ ફેકટરીઓ સહિત અલગ અલગ કોર્પોરેટ કંપનીઓમાં ટ્રાન્સફર કરી દેવામાં આવશે.

રક્ષા મંત્રાલયના જણાવ્યાનુસાર કોર્પોરેટાઈઝેશનથી ઓએફબીની કામ કરવાની શૈલીમાં ફેરફાર આવ્યો છે. જેનાથી કંપનીઓને કામ કરવાની માલિકી મળવાની સાથે સાથે કામ કરવાની દક્ષતા અને જવાબદેહી નક્કી થશે. આ પગલાથી ઓએફબીનું ઉત્પાદન વધશે અને લાભદાયક કંપનીઓ બનશે. આ ઉપરાંત માર્કેટમાં કોમ્પિટીશન પણ વધશે.

જાણકારી મુજબ તમામ ૪૧ ફેકટરીઓને ૭ કંપનીઓમાં વહેંચવામાં આવશે. તે હશે ગોળા બારુદ હથિયાર, (રાઈફલ, મશીનગન, તોપ વગેરે), વ્હિકલ્સ(ટેંક, બીએમપી, ટ્રક) ટ્રપ કમ્ફર્ટ આઈટમ ગ્રુપ, ઓપ્ટો ઈલેકટ્રોનિક, પેરાશૂટ ગ્રુપ અને એનસેલેરી ગ્રુપ છે.

કેબિનેટના કોર્પોરેટાઈઝેશનને મંજૂરી આપતા ઓએફબીના તમામ ૭૦ હજાર કર્મચારીઓને ભરોસો આપ્યો છે કે કોઈ પણ નાની છટની નહીં કરવામાં આવે. તમામ ૪૧ ફેકટરીઓમાં કામ કરનારા એ,બી અને સી ગ્રુપના કર્મચારીઓને ૨ વર્ષ માટે આ કોર્પોરેટ કંપનીઓમાં ડેપ્યૂટેશન પર મોકલી દેવામાં આવશે અને તેમને કેન્દ્ર સરકારના કર્મચારીઓના નિયમોમાં કોઈ ફેરફાર નહીં કરવામાં આવે.

ઉલ્લેખનીય છે કે ૨ વર્ષ પહેલા સરકારે જયારે ખાનગીકરણની પ્રક્રિયા શરુ કરી હતી તો ઓએફબીની તમામ ફેકટરીઓ હડતાલ પર ચાલી ગઈ હતી. પરંતુ સરકારે ભરોસો આપતા કામ પર પાછી ફરી હતી. સરકારે ઓએફબીના ખાનગીકરણના ક્રિયાન્વન માટે રક્ષા મંત્રીના નેતૃત્વમાં એક એમ્પાવર્ડ ગ્રુપ ઓફ મિનિસ્ટર્સ પણ બનાવ્યા છે.

(3:08 pm IST)