Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

રિઝર્વ બેંકનો રીપોર્ટ

કોરોના ઈલાજ પાછળ લોકોની મોટી બચત ખર્ચાઈ ગઈઃ બેંકની થાપણોમાં થયો ઘટાડો

નવી દિલ્હી, તા.૧૭: કોવિડ -૧૯ રોગચાળાની બીજી લહેર દરમિયાન લોકોની બેંક ડિપોઝીટ અને હાથમાં રોકડ પર વિપરીત અસર પડી છે. આ બતાવે છે કે રોગચાળાને લીધે લોકોને સારવાર પાછળ દ્યણો ખર્ચ થયો છે. રિઝર્વ બેંક ઓફ ઇન્ડિયા (RBI) ના માસિક સામયિકમાં અધિકારીઓએ લખેલાએક લેખમાં આ વાત કહી છે. તે જણાવે છે કે એક પરિવારની કુલ સંપત્તિમાં બેંક થાપણોનો હિસ્સો લગભગ ૫૫ ટકા હોય છે. માસિક ધોરણે એપ્રિલ ૨૦૨૧ ના   અંતમાં તેમાં ૦.૧ ટકાનો ઘટાડો થયો છે જયારે એપ્રિલ ૨૦૨૦ માં તે ૧.૧ ટકા વધ્યો છે.

આર્ટિકલમાં કહેવામાં આવ્યું છે કે બેંક થાપણોમાં ઘટાડાનો દર પણ બેંક લોનની તુલનાએ વધારે રહ્યો છે. આ બતાવે છે કે આ વખતે બેંકોમાં જમા થતી દ્યરની બચત ઓછી થઈ છે. આ પ્રથમ લહેર દરમિયાન જોવા મળેલ બચતમાં વધારાથી વિપરીત છે. લોકો પાસેની રોકડમાં પણ નોંધપાત્ર દ્યટાડો થયો છે અને એપ્રિલ ૨૦૨૧ માં તે ૧.૭ ટકા ઘટી છે, જેમાં એક વર્ષ અગાઉ સમાન મહિનામાં ૩.૫ ટકાનો વધારો હતો. આનો અર્થ એ છે કે કોવિડ -૧૯ રોગચાળાને લીધે લોકોએ સારવાર માટે ઘણાં બધાં ખર્ચ કર્યા છે.

જયારે વધુ અનિશ્ચિતતા હોય છે ત્યારે લોકો સાવચેતી તરીકે વધુ બચત કરે છે અને ઇરાદાપૂર્વક ખર્ચમાં દ્યટાડો કરે છે. આ રોગચાળાના સમયગાળા દરમિયાન વ્યકિતગત અંતિમ ઉપભોગતા ખર્ચના આંકડામાં પ્રતિબિંબિત થાય છે. RBI ના પ્રારંભિક અંદાજ મુજબ પરિવારની આર્થિક બચત વર્ષ ૨૦૨૦-૨૧ના ત્રીજા કવાર્ટરમાં ઘટીને ૮.૨ ટકા થઇ છે જે અગાઉના બે કવાર્ટરમાં અનુક્રમે ૨૧ ટકા અને ૧૦.૪ ટકા હતી.

હાઈ નેટ વર્થ ઈન્ડિવિઝયુલસ (HNI) અને વ્યકિતઓના લિકિવડ ફંડ્સ (જયાંથી તરત જ પૈસા ઉપાડવાનું શકય છે તે ફંડ) માં બચત વધી છે. તે કોવિડ-૧૯ રોગચાળાને કારણે લગાવાયેલા લોકડાઉનના કારણે ઉભી થયેલી અનિશ્યિતતાઓને બતાવે છે. પરિવારોએ ગોલ્ડ એકસચેંજ ટ્રેડેડ ફંડ (Gold ETF) માં પણ તેમના નાણાંનું રોકાણ કર્યું હતું.

આર્ટિકલ મુજબ, HNI એ લિકિવડ ફંડમાંથી નાણાં ઉપાડયા છે જયારે છૂટક રોકાણકારોએ ત્યાં પૈસા બચત તરીકે રાખ્યા છે. બીજી તરફ ગોલ્ડ ઇટીએફમાં શ્રીમંત લોકો (HNI) અને છૂટક રોકાણકારોનું રોકાણ જૂન ૨૦૨૦ થી સકારાત્મક છે.

(3:07 pm IST)