Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

દેશની 80 ટકા સરકારી લો કોલેજોમાં પ્રોફેસરોની 50 ટકા જેટલી જગ્યાઓ ખાલી : આગામી 3 મહિનામાં ભરતી કરવા યુનિવર્સીટીઓને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) ની અપીલ : નવી કોલેજોને એનઓસી આપતા પહેલા પૂરતી ચીવટ રાખવા રાજ્ય સરકારોને અનુરોધ કર્યો

ન્યુદિલ્હી :  બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા (BCI) એ તાજેતરમાં કરેલા સર્વે મુજબ દેશની 80 ટકા સરકારી લો કોલેજોમાં પ્રોફેસરોની 50 ટકા જેટલી જગ્યાઓ ખાલી છે. આ ખાલી જગ્યાઓ ઉપર આગામી  3 મહિનામાં ભરતી કરવા યુનિવર્સીટીઓને બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાએ અપીલ કરી છે.સાથોસાથ એનઓસી આપતા પહેલા પૂરતી ચીવટ લેવા રાજ્ય સરકારોને અનુરોધ કર્યો છે.

દેશમાં કાયદાકીય શિક્ષણ માટે કડક ધોરણો લાદવાના વિચાર સાથે, બાર કાઉન્સિલ ઓફ  ઈન્ડિયાએ તમામ રાજ્ય સંચાલિત યુનિવર્સિટીઓને ત્રણ મહિનાના સમયગાળામાં ખાલી ફેકલ્ટી હોદ્દા ભરવા વિનંતી કરી છે.

કાઉન્સિલે  લો કોલેજોની અચાનક  મુલાકાત લેવાનો નિર્ણય પણ કર્યો છે જેનો અમલ રોગચાળો ઘટ્યા પછી કરાશે .

તદુપરાંત, યુનિવર્સિટીઓને વિનંતી કરવામાં આવી છે કે કોલેજોનું ચેકીંગ ધ્યાનપૂર્વક કરવામાં  આવે અને ત્યાર પછી જ જોડાણ અંગે વિચારણા કરવામાં આવે, અન્યથા, બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયા કોલેજો  દ્વારા  આપવામાં આવી રહેલી ડિગ્રીને માન્યતા આપવી કે કેમ તે અંગે ગંભીરતાથી વિચારણા કરશે . બાર કાઉન્સિલ ઓફ  ઇન્ડિયા કાયદાકીય શિક્ષણના ધોરણ સાથે કોઈ સમાધાન કરશે નહીં અને યુનિવર્સિટીઓને સલાહ આપવામાં આવે છે કે આંતરરાષ્ટ્રીય ધોરણો સાથે સ્પર્ધા કરવા માટે લો કોલેજોને  વધુ સારી માળખાકીય સુવિધાઓ સાથે જોડવામાં આવે. તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(2:26 pm IST)