Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

વૈશ્વિક સંકેતને પગલે ભારતીય બજારમાં સોનુ થયું સસ્તું : વાયદો 2 ટકા તૂટ્યો : હજારમાં 800 રૂપિયાનો કડાકો

ભાવ ઘટતા સોનામાં ખરીદીને મળ્યો વેગ : ડિસેમ્બરમાં 53500 રૂપિયા સુધી જઈ શકે

નવી દિલ્હી : વૈશ્વિક બજારમાં ઘટાડાના પગલે ભારતીય બજારમાં સોનું સસ્તું થયું છે. એમસીએક્સ પર સોનાનો વાયદો 2 ટકા તૂટીને કારોબાર કરી રહ્યું છે. આજે 17 જૂન વાયદા માટે પ્રતિ 10 ગ્રામ સોનાનું નીચલું સ્તર 47,502.00 રૂપિયા નોંધાયું હતું . ગુજરાતમાં સોનાનો ભાવ  સ્થાનિક બજારમાં 50 હજાર નીચે છે.

વૈશ્વિક બજારમાં યુએસ ફેડરલ રિઝર્વના સંકેત બાદ સોનું 2.5 ટકાથી વધુ ઘટ્યું હતું. જો કે આજે એશિયન માર્કેટમાં સોનાના ભાવમાં ઘટાડા બાદ થોડી ખરીદારી નીકળતા થોડું સમતુલન પણ જોવા મળ્યું હતું. ભાવમાં ઘટાડાના કારણે રોકાણકારોએ ખરીદીમાં રસ દાખવ્યો હતો.

બજારના નિષ્ણાંતોનું અનુમાન છે કે સોનાના ભાવ કન્સોલિડેશનના સમયગાળામાંથી પસાર થઈ રહ્યા છે હાલમાં સોનું સસ્તું થઇ રહ્યું છે જે સમયે સોનામાં રોકાણ કરવું જોઈએ. સોનું ડિસેમ્બર 2021 ના અંત સુધીમાં 10 ગ્રામ દીઠ રૂ 53,500 ની સપાટીને સ્પર્શે તેવા અનુમાન છે.

(1:52 pm IST)