Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કોરોનાને કાબુમાં લેવા મધ્યપ્રદેશ મોડેલ અન્ય રાજયો માટે રસ્તો બની શકેઃ સીએમ શિવરાજે પીએમ મોદીને આપી જાણકારી

ભોપાલ, તા., ૧૭: કોરોના સંક્રમણને નિયંત્રીત કરવા માટે અપનાવાયેલુ મધ્યપ્રદેશ મોડેલ દેશના અન્ય રાજયો માટે પ્રેરણાદાયી બની શકે તેમ છે. મુખ્યમંત્રી શિવરાજસિંહ ચૌહાણે બુધવારે પ્રધાનમંત્રી નરેન્દ્રભાઇ મોદી સાથે મુલાકાત વખતે મધ્યપ્રદેશમાં કોરોના નિયંત્રણ માટે કરવામાં આવેલા અભિનવ પ્રયોગોની જાણકારી હતી. સંક્રમણની કડી તોડવા માટે તમામ ફેંસલા  જીલ્લાથી ગ્રામ્યસ્તર પર આપદાપ્રબંધન સમુહએ કર્યા અને તેના ઇમ્પલીમેન્ટેશનને પણ સુનિશ્ચિત કર્યુ. હવે એ નક્કી થયું છે કે આપદાપ્રબંધન સમુહ આગળ પણ કામ કરતુ રહેશે, તેનો ઉપયોગ હવે ટીકાકરણમાં કરવામાં આવશે.

શિવરાજસિંહે પ્રધાનમંત્રી સાથે મુલાકાત બાદ કહયુ કે પ્રદેશમાં કોરોના સંકટ દરમિયાન  નિર્ણયો આપદાપ્રબંધન સમુહના માધ્યમથી કરવામાં આવ્યા જે ખરેખર અસરકારક રહયા. જનજાગૃતીનું કામ તેમણે કર્યુ. સંક્રમણ નિયંત્રીત કરવામાં પણ તેમને સફળતા મળી. ત્રીજી લહેરને રોકવામાં હવે તેઓ તાકાતથી જોતરાયા છે.

શું છે કોરોનાનું  મધ્યપ્રદેશ મોડલ?

પ્રદેશ સરકારે સંક્રમણને નિયંત્રીત કરવા માટે જીલ્લા, વિકાસખંડ, ગ્રામ્ય અને વોર્ડ લેવલે આપદાપ્રબંધન સમુહનું ગઠન કર્યુ હતું. આ સમુહની સતત બેઠકો કરી માસ્કનો ઉપયોગ અનિવાર્ય બનાવ્યો. રોકો-ટોકો અભિયાન ચલાવ્યું, શારીરીક દુરી (સોશ્યલ ડીસ્ટન્સ)નું પાલન કરાવ્યું અને રસી લેવડાવવા માટે લોકોને પ્રેરીત કરાયા હતા. કોરોના કરફર્યુનું પાલન કરાવવા માટે પ્રતિબંધનું સ્વરૂપ પણ આમ સહમીતીથી કરવામાં આવ્યું.

હોમ આઇસોલેશન વ્યવસ્થાને અસરકારક બનાવવા માટે કમાન્ડ સેન્ટરના માધ્યમથી આ વ્યવસ્થાને સુદ્રઢ બનાવવામાં આવી તેનાથી સંક્રમણથી કડી તોડવામાં પણ ખુબ મદદ મળી. 'યોગ સે નીરોગ' અભિયાનના માધ્યમથી રોગ પ્રતિકારક ક્ષમતા વધારવાનું કામ પણ કરવામાં આવ્યું.

ઉપચાર અને સહાયતા  માટે યોજનાઓ

કોરોનાના ઉપચારના દરો (ફી)

નિયંત્રીત કરવાની વ્યવસ્થા કરવા સાથે મુખ્યમંત્રી કોવીડ ઉપચાર યોજના લાગુ કરી આયુષ્યમાન ભારત યોજનાના કાર્ડ ધારકોને નિઃશુલ્ક ઇલાજની વ્યવસ્થા પુરી પાડવામાં આવી. કોરોના અસરગ્રસ્ત દિવંગત કર્મચારીઓના સ્વજનોને અનુકંપાનિયુકતી  અને વિશેષ અનુગ્રહ રાશી (આર્થીક મદદ) આપવાની યોજના પણ લાગુ કરવામાં આવી. સાથોસાથ કોરોનાને કારણે અનાથ થયેલા બાળકોને આર્થીક સહાયતા દેવાની સાથે સાથે શિક્ષણ અને નિઃશુલ્ક રાશનની પણ વ્યવસ્થા શરૂ થઇ ગઇ છે.

(1:01 pm IST)