Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કુંભમેળામાં બોગસ કોરોના ટેસ્ટ બાબતે ઉત્તરાખંડ સરકારે આપ્યા એફ.આઇ.આર.ના આદેશ

દેહરાદૂન : ઉત્તરાખંડ સરકારે હરિદ્વાર જીલ્લા પ્રશાસનને મહાકુંભ દરમ્યાન થયેલ કોરોના ટેસ્ટીંગ ગોટાળામાં એફ.આઇ.આર. નોંધાવવાના આદેશ આપયા છે. રાજય સરકારના પ્રવકતા સુબોધ ઉનિયાલે માહિતી આપતા જણાવ્યું કે કુંભમેળા દરમ્યાન હરિદ્વારમાં પાંચ સ્થળો પર ટેસ્ટીંગ કરનારી દિલ્હી અને હરિયાણાની લેબ વિરૂધ્ધ કેસ નોંધવાના આદેશ અપાયા છે.

ઉત્તરાખંડના હરિદ્વાર કુંભમેળા દરમ્યાન કોરોના ટેસ્ટીંગમાં મોટો ગોટાળો જાહેર થયો છે. અહીં ખોટા નંબરો અને સરનામાઓ સાથે લગભગ ૧ લાખ કોરોના ટેસ્ટ નકલી હોવાનું જાહેર થયું છે. કુંભમેળા આરોગ્ય વિભાગે કોરોના ટેસ્ટીંગ માટે હરિદ્વાર, દેહરાદૂન રૂડકી અને હરિયાણાની ૧૧ લેબને લીસ્ટેડ કરી હતી તેમાંથી હરિયાણાની ર પ્રાઇવેટ લેબે કુંભમેળા દરમ્યાન ૧ લાખથી વધારે રેપીડ એન્ટીજન ટેસ્ટ કર્યા હતા જેમાંથી મોટા ભાગના નેગેટીવ હતા.

(12:57 pm IST)