Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ટી.એમ.સી.ને બંગાળની બહાર લઇ જવાની તૈયારીમાં મમતા : ત્રિપુરા પર છે નજર

કોલકતા, તા. ૧૭ :  પશ્ચિમ બંગાળના મુખ્યપ્રધાન અને તૃણમુલ કોંગ્રેસ પ્રમુખ મમતા બેનર્જીની અન્ય રાજયોમાં ચૂંટણી લડવાની યોજનાથી ઘણા લોકોના મનમાં સવાલો ઉભા થઇ રહ્યા છે. ટીએમસીના આ વિસ્તાવાદી વિચાર પાછળ મુખ્ય પ્રધાનના ભત્રીજા અને ટીએમસીના રાષ્ટ્રીય મહાસચિવ અભિષેક બેનર્જી છે.

અભિષેક બેનર્જીએ ૮ જુને ઘોષણા કરી હતી કે તેમનો પણ ચૂંટણી જીતવા અને ભાજપા પ્રમુખનો સામનો કરવાના એક માત્ર ઉદ્દેશથી અન્ય રાજયોમાં એકમો સ્થાપિત કરશે. તેમણે કહ્યું, જો અમે કોઇ રાજયમાં જઇશું તો ફકત એક બે બેઠકો મેળવવા માંગીએ છીએ. તેમણે કોઇ રાજયનો ઉલ્લેખ નહોતો કર્યો પણ મંગળવારે ટીએમસીના એક સીનીયર નેતાએ કહ્યું કે અમે પહેલા નાના રાજયો પર નજર નાખવાના બદલે કેટલાક મોટા રાજયોમાં ચૂંટણીની લડવાની શકયતાઓ ચકાસી રહ્યા છીએ.

નામ જાહેર નહીં કરવાની શરતે ટીએમસીના નેતાઓએ કહ્યું કે અમારા નેતૃત્વની નજર ત્રિપુરા પર છે. જયાં બંગાળી ભાષી લોકો વસ્તીનો એક મોટો હિસ્સો છે અને ત્યાં ટીએમસીનું એક એકમ પણ છે. ર૦ર૩માં ત્રિપુરા વિધાનસભાની ચૂંટણી થવાની છે. એ જ વર્ષે મેઘાલય, નાગાલેન્ડ, મિઝોરમ, કર્ણાટક, છત્તીસગઢ, મધ્યપ્રદેશ, પંજાબ, ગોવા, ઉતરાખંડ, હિમાચલ પ્રદેશ અને ગુજરાતમાં ચૂંટણી થશે. આ બધા રાજયોમાં ટીએમસીની કોઇ ઉપસ્થિતિ નથી. એટલે ત્રિપુરા એક માત્ર એવું રાજય છે. જયાં ટીએમસી ખરેખર પગપેસારો કરવાની આશા રાખી શકે છે.

(12:56 pm IST)