Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

રાહુલ-પ્રિયંકા-સંજયસિંહ ઉપર માનહાનીનો કેસ કરવા રામજન્મભૂમિ ટ્રસ્ટ-વિહીપની તૈયારી

ભવ્ય રામમંદિરની જમીન ખરીદીમાં કૌભાંડનો દાવો કરનાર

લખનૌ, તા. ૧૭ :  અયોધ્યામાં રામ મંદિર માટે ખરીદાયેલ જમીનમાં કૌભાંડના આરોપથી નારાજ રામજન્મભૂમિ ટ્રસ્ટ અને વિહિપ જવાબ દેવાની તૈયારીમાં છે. બન્ને સંસ્થાઓના મોટા જવાબદારો વચ્ચે મંથન ચાલી રહ્યું છે.

જો સહમતિ બની તો આપના સાંસદ સંજયસિંહ, પ્રિયંકા ગાંધી અને કોંગ્રેસના પૂર્વ પ્રમુખ રાહુલ વિરૂધ્ધ માનહાનીનો કેસ નોંધાવાશે.

અયોધ્યાના ભવ્ય રામમંદિરમાં કરોડો લોકો આસ્થા ધરાવે છે. ધ્વેષપૂર્ણ અને આધારહિત તથ્યોના આધારે રાજનેતાના લગાડાયેલ આરોપથી મંદિર ટ્રસ્ટની છબી ખરડાઇ છે એટલે જ ટ્રસ્ટ અને વિહીપ કોંગ્રેસ, સપા, આપના નેતાઓએ ઉઠાવેલ સવાલોના જવાબ આપવા માંગે છે. જનતા સામે હકિકત ઉજાગર કરવા માંગે છે.

વિહીપના કાર્યાધ્યક્ષ અને વરિષ્ઠ અધીવકતા આલોક કુમારે જણાવેલ કે આઇપીસીની કલમ ૪૯૯/પ૦૦ હેઠળ આ માનહાની અપરાધીક કેસ હશે જેમાં બે વર્ષની જેલની જોગવાઇ છે. જયારે દીવાની મામલામાં માનહાનીના આધાર ઉપર ક્ષતિપૂર્તિના દાવો થઇ શકે છે.

(12:55 pm IST)