Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

ચીને પોતાના અંતરિક્ષ સ્ટેશન માટે ત્રણ અંતરિક્ષ યાત્રીઓને રવાના કર્યા :ત્રણ મહિના સુધી રોકાશે

ઉત્તરીય પશ્ચિમ જિયુક્વાન પ્રક્ષેપણ કેન્દ્રથી પ્રક્ષેપિત કરાયું : પાંચ વર્ષમાં ચીનનું આ પહેલું મિશન: અંતરીક્ષ યાત્રી શેનઝોઉ-12માં સવાર

જિયુક્વાનઃ ચીને ત્રણ અંતરિક્ષ યાત્રીઓને ગુરુવારે પોતાના નિર્માણાધીન અંતરિક્ષ સ્ટેશન માટે રવાના કર્યા હતા. જ્યાં તેઓ ત્રણ મહિના સુધી રોકાશે. પાંચ વર્ષમાં ચીનનું આ પહેલું મિશન છે. જેમાં માણસોને અંતરીક્ષમાં મોકલ્યા છે.

આ અંતરીક્ષ યાત્રી શેનઝોઉ-12માં સવાર છે. તેને ઉત્તરીય પશ્ચિમ જિયુક્વાન પ્રક્ષેપણ કેન્દ્રથી સવારે નવ વાગ્યાને 22 મિનિટે પ્રક્ષેપિત કરવામાં આવ્યા છે.

આ યાનને લોન્ચ માર્ચ-2 એફ રોકેટ થકી પ્રક્ષેપિત કરવામાં આવ્યું છે. ત્રણ યાત્રી નિએ હૈંશેંગ, લિયુ બોમિંગ અને તાંગ હોંગ્બોનો સમાવેશ થાય છે. અંતરિક્ષ સ્ટેશનના નિર્માણ દરમિયાન અંતરિક્ષ યાત્રીને લઈને જનારું પહેલું ચીની મિશન છે. ચીની અંતરિક્ષ સ્ટેશન આગામી વર્ષ સુધી તૈયાર થવાની સંભાવના છે.

(11:09 am IST)