Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

સુપ્રિમ કોર્ટનું મહત્વનું નિવેદન

જામીન અરજી ઉપર સુનાવણી ન કરવી એ આરોપીના અધિકારોનું ઉલ્લંઘન છે

નવી દિલ્હી તા. ૧૭ : એક વર્ષથી વધારે સમયથી જામીન અરજી પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં સૂચીબધ્ધ નાથવા બાબતે સુપ્રીમ કોર્ટે આશ્ચર્ય વ્યકત કર્યું છે. સુપ્રીમ કોર્ટે કહ્યું છે કે જામીન અરજી સમયસર સૂચીબધ્ધ ન થવાથી કસ્ટડીમાં પુરાયેલ વ્યકિતની સ્વતંત્રતાને અસર થાય છે. સુપ્રીમે આ સાથે જ ભાર મુકયો કે વર્તમાન કોરોના મહામારી થાય છે. સુપ્રીમે આ સાથે જ ભાર મુકયો કે વર્તમાન કોરોના મહામારી વચ્ચે ઓછામાં ઓછા અર્ધા ન્યાયાધીશોએ વૈકલ્પિક દિવસોમાં બેસવું જોઇએ જેથી સંકટમાં ફસાયેલા લોકોની સુનાવણી થઇ શકે. કોર્ટે કહ્યું કે જામીનનો ઇન્કાર કરવો સ્વતંત્રતાના અધિકારનું ઉલ્લંઘન છે.

સુપ્રીમ કોર્ટે પંજાબ અને હરિયાણા હાઇકોર્ટમાં કરાયેલ એક જામીન અરજી એક વર્ષથી વધારે સમય સુધી સુનાવણી માટે સૂચીબધ્ધ ન કરવા પર આશ્ચર્ય વ્યકત કરતા કહ્યું કે સુનાવણીનો ઇન્કાર કરવો એ કોઇ આરોપીના અધિકાર અને સ્વતંત્રતાનું હનન છે.

બેંચે મંગળવારે આપેલ પોતાના આદેશમાં કહ્યું કે વર્તમાન મહામારી વચ્ચે ઓછામાં ઓછા અર્ધા ન્યાયાધીશોએ વૈકલ્પિક દિવસોમાં બેસવું જોઇએ જેથી સંકટમાં ફસાયેલ વ્યકિતની સુનાવણી થઇ શકે.

(10:50 am IST)