Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કોવિશિલ્ડનો પ્રથમ ડોઝ ડેલ્ટા વેરિએન્ટ સામે ૬૧% અસરકારક

કોવિડ વર્કિંગ ગ્રુપના ચેરપર્સન ડો. એન.કે.અરોરાએ આપી માહિતી

નવી દિલ્હી તા. ૧૭ : દેશમાં કોરોનાની બીજી લહેરનો પ્રકોપ હવે ઓછુ થતોજોવા મળી રહ્યો છે. દેશના અનેક રાજયોમાં પ્રતિબન્ધ અંગે ઢીલ આપવામાં આવી છે પરંતુ ખતરો હજુ ટળ્યો નથી. વાયરસથી સુરક્ષા માટે રસીકરણ સતત ચાલુ છે. આ બધાની વચ્ચે કોવીશીલ્ડનાડોઝ વચ્ચે ના ગેપ અંગે પણ સતત ચર્ચા ચાલી રહી છે. કેન્દ્ર સરકાર બનાવામાંઆવેલા કોવિડ વર્કિંગ ગ્રુપના ચેરપર્સન ડો એન કે અરોરાનું કહેવું છે કે બન્ને ડોઝ વચ્ચેના સમયગાળાને ભારતમાં ટ્રાયલ કર્યા બાદ વધારવામાં આવ્યું છે. વધુમાં ઉમેર્યું કે કોવીશીલ્ડની પ્રથમ ડોઝ ડેલ્ટા વિરુદ્ઘ ૬૧ ટકા પ્રભાવી છે.

જયારે આપણે નેશનલ વેકિસનેશન પ્રોગ્રામની શરૂઆત કરી હતી તે સમયે બંને ડોઝ વચ્ચેનો સમયગાળો ચાર સપ્તાહનો હતો. તે પણ ટ્રાયલના પરિણામોના હિસાબથી નક્કી કરવામાં આવ્યો હતા. અમને ખ્યાલ હતો કે ચાર સપ્તાહના સમયગાળામાં ઈમ્યૂન રિસ્પોન્સ ખુબ જ સારો છે. જોકે, તે સમયે UKમાં પહેલાથી સમયગાળાને વધારીને ૧૨ સપ્તાહનો કરી દેવામાં આવ્યો હતો. આ તે સમય હતો જયારે યૂકે અલ્ફા વેરિએન્ટ સાથે જોડાયેલા પડકારોનો સામનો કરી રહ્યો હતો. ડિસેમ્બર-જાન્યુઆરી તેમના માટે ખુબ જ કઠિન સમય હતો.

ડો. અરોરા કહે છે કે તે સમયે આપણે આશ્વસ્ત નહતા અને ચાર સપ્તાહના સમયગાળા પર જ કામ કરી રહ્યાં હતા. કેટલાક સપ્તાહો પછી WHOએ પણ સૂચવ્યું કે ૬થી ૮ સપ્તાહોનો સમયગાળો યોગ્ય આઈડિયા છે.

અમે ડેટાનો રિવ્યૂ કર્યો અને અમારા પાસે યૂકે સાથે જોડાયેલો અનુભવો પણ હતા અને પછી અમે વિચાર્યું કે તે યોગ્ય રહેશે કે બે ડોઝ વચ્ચેનો સમયગાળો ૬થી ૮ સપ્તાહનો કરી દેવામાં આવે.

જોકે, વર્કિગ ગ્રુપે યૂકેના આવી રહેલા રિયલ ડેટાને જોવાનું નક્કી કર્યું. ત્યાર સુધીમાં AstraZeneca એટલે ભારતમાં કોવિશિલ્ડના સૌથી વધારે ગ્રાહક હતા. ડો અરોરાએ આગળ કહ્યું કે, એપ્રિલમાં પબ્લિક હેલ્થ ઈંગ્લેન્ડે સૂચવ્યું કે ૧૨ સપ્તાહો અંતરે આપવાથી વેકિસન ૬૫ ટકાથી ૮૦ ટકા પ્રભાવી રહે છે. આ તે સમય હતો જયારે ભારત ડેલ્ટા વેરિન્ટનો પ્રકોપ ઝઝૂમી રહ્યો હતો.

ડો. અરોરાએ જણાવ્યું કે, CMC વેલ્લારે મહત્વપૂર્ણ આંકડાઓ અને ડેલ્ટા સંક્રમણ દરમિયાન હજારો કેસને ધ્યાનમાં રાખીને બતાવ્યા કે કોવિશીલ્ડનો પ્રથમ ડોઝઆ વેરિએન્ટ માટે ૬૧ ટકા અને બંને ડોઝ સાથે ૬૫ ટકા પ્રભાવી છે.

(10:27 am IST)