Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કોરોના-લોકડાઉનના ટ્રેન્ડમાં વધ્યુ ચલણ

ભારતમાં ઓનલાઇન ગેમિંગનું ચલણ સતત વધી રહયું છેઃ ૨ વર્ષમાં વાર્ષિક ટર્નઓવર ૬૫૦૦ કરોડ ઉપર

૨૦૨૨ સુધીમાં ટર્નઓવર વધીને ૧૮૭૦૦ કરોડ ઉપર થઇ જશેઃ ભાગ લેનારા પણ વધ્યા

નવી દિલ્હી, તા.૧૭: ભારતમાં ઓનલાઈન ગેમિંગનું ચલણ કૂદકે અને ભૂસકે વધી રહ્યું છે અને બે જ વર્ષના ટૂંકા ગાળામાં તેનું વાર્ષિક ટર્નઓવર રૂ. ૬૫૦૦ કરોડના આંકને વળોટી ગયું છે. ભારતની અગ્રણી વેપારી સંસ્થા ફિક્કીના અંદાજ મુજબ ૨૦૨૨ની સાલ સુધીમાં ઓનલાઈન ગેમિંગનું ટર્નઓવર વધીને રૂા . ૧૮,૭૦૦ કરોડને આંબી જાય તેવી ધારણા છે. કોરોનાને કારણે દ્યરમાં પૂરાઈ રહેવાનું આવતા મોટી સંખ્યામા ંલોકો ઓનલાઈન ગેમિંગ તરફ વળી રહ્યા છે.

સ્માર્ટ ફોનને કારણે આ શકય બની ગયું હોવાનું ઓનલાઈન ગેમિંગનો સરવે કરનારાઓનું કહેવું છે. પૈસાની લેવડદેવડ કરવા માટેના ઓનલાઈન પ્લેટફોર્મને કારણે લેવડદેવડ આસાન બની ગઈ છે. ૨૦૨૨ સુધીમાં તેના થકી મળનારી રોજગારીની સંખ્યા વધીને ૪૦ લાખની થઈ જવાનો અંદાજ મૂકવામાં આવી રહ્યો છે. જોકે ઓનલાઈન ગેમિંગમાં પૈસાની થતી લેવડદેવડ સાથે રમવામાં આવી રહેલી રમતોને લગતી કાયદાકીય જોગવાઈઓ સ્પષ્ટ નથી. આ પ્રકારની ગેમ પણ દ્યણાં પ્રકારના પ્રતિબંધ પણ આવી રહ્યા છે.

કોરોનાની મહામારીને કારણે વિશ્વ સમક્ષઅનેક પ્રકારના પડકારો ઊભા થયા હોવા છતાંય ઓનલાીન ગેમિંગમાં ભારતમાં ૧૮ ટકાના દરે વધારો થતો જોવા મળ્યો છે. તેના થકી થતા ટર્નઓવરનો આંકડો રૂ.૭૭૦૦ કરોડને આંબી ગયો છે. લાઙ્ખકડાઉનને કારણે દ્યરમાં નવરા બેસી રહેવું પડયું હોવાથી સંખ્યાબંધ લોકો ઓનલાઈન ગેમિંગ તરફ વળી ગયા હોવાનું માનવામાં આવે છે. તેને પરિણામે ઓનલાઈન ગેમિંગમાં ભાગ લેનારાઓની સંખ્યામાં પણ ૨૦ ટકાનો વધારો જોવા મળ્યો છે.

ગેમિંગ સેકટરની એક કંપનીનું ટર્નઓવર જોત જોતાંમાં એક અબજ રૂપિયાને પાર કરી ગયું છે. આ કંપનીના કાયદા અને નીતિ વિભાગના એક અધિકારીનું કહેવું છે કે ગેમિંગ સેકટર પર પ્રતિબંધની જરૂર નથી, તેના ચુસ્ત નિયમનની જરૂર છે. તેમાં વધારો થવાથી અર્થતંત્રને પણ લાભ મળી રહ્યો છે. તેનાથી મહેસૂલી આવકમાં વધારો થઈ રહ્યો છે. રોજગારીની નવી તક નિર્માણ થઈ રહી છે. આ સાથે જ બહુ જ ઝડપથી આગળ વધી રહેલા ઈ-સ્પોર્ટ્સના ક્ષેત્રમાં ભારતની પ્રતિભાવાન વ્યકિતઓ માટે આગળ વધવાનો સારો અવકાશ ઊભો થઈ રહ્યો છે.

ઓનલાઈન ગેમિંગના સેકટર પર અનેક પ્રકારના અવ્યવહારું પ્રતિબંધો લગાવવામાં આવી રહ્યા હોવાથી આ સેકટરને નુકસાન થઈ રહ્યું છે. તેમ જ ચેસના ખેલાડીઓ સહિતના ઘણાં ખેલાડીઓને તેનાથી આર્થિક મદદ પણ મળી રહી છે. તેઓ તેમની મોંદ્યી તાલીમ પણ આગળ વધારી શકયા છે. ભારતમાં સૌથી વધુ લોકપ્રિય રમત ક્રિકેટ છે. તેમાં સ્પોટ ફિકિસંગ સહિતની ગેરરીતિઓ આચરવામાં આવી રહી છે.

આ ઘટનાઓ બહાર આવી ત્યારે ક્રિકેટ રમવા પર પ્રતિબંધ મૂકયો નથી. તેનું નિયમન કરવા માટે ચુસ્ત નિયમો બનાવ્યા છે. તેવી જ રીતે ઓનલાઈન ગેમિંગની સમસ્યાઓને કડક નિયમનોતી અંકુશમા ંલઈ શકાય છે. ગેમિંગને લત ગણવામાં આવે છે તે ઉચિત નથી. આમ તો મોબાઈલ અને સોશિયલ મિડિયા પણ એક પ્રકારની લત જ છે. તેનાથી માનસિક સમસ્યાઓ ઊભી થાય છે.

ભારતના લોકો તેમના કુલ ઓનલાઈન સમયમાંથી માત્ર છ મિનિટ જ ઓનલાઈન ગેમિંગ પર વીતાવી રહ્યા છે. ગેમિંગ એક વિદ્યા છે. ઈ-સ્પોર્ટ્સની આવતા વરસે ચીનમાં યોજાનારી સ્પર્ધામાં પણ ઓનલાઈન ગેમિંગનો સમાવેશ કરવામાં આવ્યો છે. તેને માટે મેડલ પણ આપવાના છે.

ઇન્ગ્લેન્ડ જેવા દેશોમાં સટ્ટાબાજીની પણ કાયદેસર છૂટ છે. ભારતમાં પણ રેગ્યુલેશન સાથે આ પ્રકારની છૂટ આપવાની બાબતમાં વિચાર થવો જોઈએ. લોકિપ્રય વસ્તુ પર પ્રતિબંધ લગાવી દેવાથી ેત બંધ થશે નહિ. તે ગેરકાયદેસર રીતે ખાનગીમાં રમાવા માંડશે. અનૈતિક પરિબળો તેનો કોઈ ગેરકાયદે રસ્તો શોધી જ લેશે. તેનાથી સરકારની આવકને પણ નુકસાન થશે.

(10:25 am IST)