Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

કોરોનાની ત્રીજી લહેરથી બાળકોને બચાવવાનો માર્ગ ખુલ્યોઃ ૨ રસીની ટ્રાયલ સફળ રહી

મોર્ડના અને પ્રોટીન આધારિત એક વેકિસનના મળ્યા સકારાત્મક પરિણામ

નવી દિલ્હી, તા.૧૭: કોરોના મહામારીની ત્રીજી લહેરમાં બાળકોના ખતરા વધવાની ચેતવણીની સાથે એક સારા સમાચાર પણ આવ્યા છે. મોર્ડનાની વેકિસન અને પ્રોટીન આધારિત એક અન્ય પ્રાયોગિક રસીએ શરૂઆતના પરીક્ષણમાં સારા પરિણામ આપ્યા છે. વાંદરાની પ્રજાતિ રીસસ મૈકાકે બાળકો પર કરાયેલા શરૂઆતના પરીક્ષણાં આ વેકિસન સુરક્ષિત અને શરીરમાં સાર્સ કોવ ૨ વાયરસને લડવામાં કારગર એન્ટીબોડી વધારવામાં સફળ રહી છે.

રિસર્ચમાં કહેવાયું છે કે રીસસ મૈકાક જાતિના ૧૬ નાના વાંદરામાં રસીના કારણે વાયરસથી લડવાની ક્ષમતા ૨૨ અઠવાડિયા સુધી કાયમ રહી છે. અમેરિકાના ન્યૂયોર્ક પ્રેસ્બિટેરિયનો કોમન સ્કાઈ ચિલ્ડ્રન હોસ્પિટલના અનુસાર નાના બાળકોને માટે સુરક્ષિત અને પ્રભાવી વેકિસનથી કોરોનાને ફેલાવવામાં રોકી શકાય છે. ભલે બાળકો સાર્સ કોવ-૨ સંક્રમણથી બીમાર હોય અને લક્ષણો ન હોય પણ વાયરસને એકમેકમાં ફેલાવી શકે છે.  તેઓએ એમ પણ કહ્યું છે કે અનેક બાળકો બીમાર થયા છે અને સંક્રમણના કારણે તેમના મોત થયા છે. અમેરિકાના એક રિસર્ચ અનુસાર બાળકોમાં પણ એન્ટીબોડી સ્તર વયસ્ક વાંદરા જેવું હોય છે. જેનાથી વયસ્કોની ૧૦૦ માઈક્રોગ્રામ ડોઝની સરખામણીએ બાળકોને ૩૦ માઈક્રોગ્રામ ડોઝ અપાયા હતા.

કોરોનાની ત્રીજી લહેરના ખતરાની આશંકાની સાથે રશિયાએ ૮-૧૨ વર્ષના બાળકો માટે પોતાની કોરોના વિરોધી સ્પૂતનિક -વી નેઝલ સ્પ્રેનું પરીક્ષણ શરૂ કર્યું છે. તેનાથી બાળકોને નાકમાં દવાનું સ્પ્રે કરીને તેમને ડોઝ આપવામાં આવશે.  આશા છે કે આ સ્પ્રે ૧૫ સપ્ટેમ્બર સુધી તૈયાર કરાશે. આ પછી બાળકોને એક જ વેકિસનનો ઉપયોગ કરાશે. તેમાં સોયને બદલે નોઝલ લગાવાશે. 

એક અનુમાનના આધારે કોરોનાની ત્રીજી લહેરમાં બાળકોને વધારે ખતરો છે. કહેવાય છે કે બીજી લહેરના આધારે આ લહેર ઓછી ડરામણી રહેશે. કોરોના સંક્રમણના કારણે બાળકોને તાવ, શરદી કે ડાયરિયા જેવા લક્ષણો અને સાથે જ પેટમાં દર્દ, ઉલ્ટી વગેરે જોવા મળી શકે છે. આ કેસમાં ગભરાઓ નહીં અને ડોકટરની સલાહ માનીને દ્યરે સારવાર કરવાથી તેઓ ઝડપથી સ્વસ્થ થશે. તેમાં પણ ૧૦ વર્ષથી ઓછી ઉંમરના બાળકોને વયસ્ક કરતાં વધારે ખતરો રહે છે.

(10:23 am IST)