Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

દેશ Twitter ના ભરોસે ન ચાલી શકે : કાયદો તો માનવો પડશે: વિવાદ પર કાયદામંત્રી રવિશંકર પ્રસાદનું નિવેદન

વિદેશી કંપનીઓ ભારતમાં બિઝનેસ કરવા માટે આઝાદ છે પરંતુ દેશના કાયદાનું પાલન તો તેણે કરવું પડશે

નવી દિલ્હીઃ માઇક્રોબ્લોગિંગ સાઇટ ટ્વિટર પર દેશમાં પ્રથમવાર FIR દાખલ કરાઈ છે ઉત્તર પ્રદેશના ગાઝિયાબાદથી એક મુસ્લિમ વૃદ્ધને માર મારવાનો વીડિયો વાયરલ થયો હતો. જણાવવામાં આવ્યું કે, જય શ્રીરામનો નારો ન લગાવવાને કારણે તેમને મારવામાં આવ્યા. તેમની દાઢી કાપવામાં આવી. હવે ગાઝિયાબાદ પોલીસે આ ઘટનાની તપાસ કરી તો સામે આવ્યું કે, વીડિયો ફેક છે. પોલીસે કહ્યું કે, આ સાંપ્રદાયિક વિવાદ નથી, પરંતુ બે પરિવારો વચ્ચે વિવાદ સાથે જોડાયેલો મામલો છે.

આ વિવાદને સાંપ્રદાયિક રૂપ આપવાના આરોપમાં ગાઝિયાબાદ પોલીસે ટ્વિટર વિરૂદ્ધ એફઆઈઆર દાખલ કરી છે. આ વિવાદ પર સરકાર તરફથી પ્રથમ નિવેદન સામે આવ્યું છે. કેન્દ્રીય કાયદા મંત્રાલય રવિશંકર પ્રસાદે કહ્યુ કે, દેશ ટ્વિટરના ભરોસે ન ચાલે. ટ્વિટર હોય કે કોઈ અન્ય કંપની કાયદાનું પાલન તો કરવું પડશે. તેમણે કહ્યું કે, વિદેશી કંપનીઓ ભારતમાં બિઝનેસ કરવા માટે આઝાદ છે પરંતુ દેશના કાયદાનું પાલન તો તેણે કરવું પડશે.

(12:49 am IST)