Gujarati News

Gujarati News

News of Thursday, 17th June 2021

અમેરિકામાં વધ્યો ડેલ્ટાનો કહેર: સૌથી ઝડપથી ફેલાયો ચેપ :ખતરનાક વાયરસ અંગે નિષ્ણાતોએ આપી ચેતવણી

ટૂંક સમયમાં આ વેરિઅન્ટ સૌથી મોટી સમસ્યા બની શકે: રસીકરણ પર ભાર મુકવા નિષ્ણાતોની સલાહ

નવી દિલ્હી : કોરોના રોગચાળો હજુ ખતમ થયો નથી. અમેરિકામાં, કોવિડ -19 સામે લડવાની રસી લોકોને આપવામાં આવી રહી છે. આ દરમિયાન, નિષ્ણાતોએ ચેતવણી આપી છે કે ડેલ્ટા વેરિઅન્ટને લીધે અહીં ચેપમાં અચાનક વધારો થયો છે. ડિસીઝ કંટ્રોલ એન્ડ પ્રિવેન્શન સેન્ટર્સ (CDC) અનુસાર, અમેરિકામાં હાલમાં ડેલ્ટ વેરિએન્ટમાં 10 ટકા કેસ છે. પરંતુ ચિંતાની વાત એ છે કે ટૂંક સમયમાં આ વેરિઅન્ટ અહીંની સૌથી મોટી સમસ્યા બની શકે છે. 'CNN' ના એક રિપોર્ટ મુજબ, અહીંના તબીબી નિષ્ણાતોએ દરેકને રસી આપવાના મહત્વ પર ભાર મૂક્યો છે. સર્જન જનરલ વિવેક મૂર્તિએ કહ્યું છે કે આલ્ફા વેરિએન્ટ કરતા ડેલ્ટા વેરિઅન્ટ વધુ ચેપી છે

રિટનમાં મળી આવ્યા પછી, તે અમેરિકામાં સૌથી ઝડપથી ફેલાતું સંક્રમણ બની ગયો છે. તેમણે કહ્યું કે 'મને તેમની ચિંતા વધું છે, જેમણે હજી રસી નથી મળી.' વિવેક મૂર્તિએ વધુમાં કહ્યું કે 'ચિંતાનો બીજો મુદ્દો એ છે કે કેટલાક ડેટા સૂચવે છે કે આ વેરિયેન્ટ વધુ ખતરનાક હોઈ શકે છે. જેના કારણે બીજી ઘણા પ્રકારની બીમારીઓ વધી શકે છે. તેને હજી પણ વધુ સમજવાની જરૂર છે.

અત્રે ઉલ્લેખનિય છે કે તાજેતરમાં પબ્લિક હેલ્થ ઇંગ્લેન્ડની એક રિપોર્ટમાં જાણવા મળ્યું કે ડેલ્ટા વેરિયેન્ટ સામે લડવા માટે કોરોના વેક્સિનનાં બંને ડોઝ વધુ ઉપયોગી છે, જ્યારે ફાઇઝર-બાયોએન્ટેકનાં બે ડોઝ આ સંક્રમણ સામે લડવામાં 96 ટકા વધુ સક્ષમ છે, મુર્તિનાં જણાવ્યા પ્રમાણે જોહન્સન એન્ડ જોહન્સનની આ વેક્સિન અન્ય સ્ટ્રેન સામે લડવામાં પણ વધુ અસરકારક છે.

(11:40 pm IST)