Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

યુ.એસ.માં મંગલ મંદિર મેરીલેન્ડ મુકામે આવી પહોંચેલા શિખરોની પધરામણી ૧૩ તથા ૧૪ જુલાઇ ૨૦૧૯ના રોજઃ દ્વિદિવસિય ઉત્સવ અંતર્ગત ૧૩ જુલાઇ શનિવારે પાટોત્સવ, લોટી પૂજા, તથા ધ્વજાજીનું પૂજન કરાશેઃ ૧૪ જુલાઇ રવિવારના રોજ શોભાયાત્રા હવન તથા મુખ્ય કળશનું આરોપણ

મેરીલેન્ડઃ યુ.એસ.માં મંગલ મંદિર, ૧૭૧૧૦ ન્યુ હેમ્પશાયર એવન્યુ, આસ્ટોન મેરીલેન્ડ મુકામે શિખરો આવી પહોંચ્યા છે જેની પધરામણીનો કાર્યક્રમ આગામી ૧૩ તથા ૧૪ જુલાઇ ૨૦૧૯ શનિવાર તથા રવિવાર દરમિયાન યોજાશે. જેના અંગેના ચોક્કસ સમય સહિતની વિગતો હવે પછી જાહેર કરાશે.

૧૩ જુલાઇ શનિવારના રોજ સવારે મંગળા આરતી બાદ પાટોત્સવ, બાદ લોટી પૂજા, તથા બાદમાં ધ્વજાનુ પૂજા થશે. તથા બાદમાં લંચનું આયોજન કરાયું છે.

બપોર પછી શિખર પૂજા તથા હવન થશે. બાદમાં ડિનરનું આયોજન કરાયું છે.

૧૪ જુલાઇ રવિવારના રોજ બપોરે ૩ વાગ્યા બાદ મુખ્ય કળશ પૂજા થશે. બાદમાં વેદોકત મંત્રો સાથે હવન થશે. બાદમાં પવિત્ર મુખ્ય કળશનું આરોપણ કરાશે તથા બાદમાં નાના કળશ સાથે ભકતોની શોભાયાત્રા નીકળશે તથા પવિત્ર જલ શિખર ઉપરના મુખ્ય કળશમાં ઠલવાશે.

બાદમાં ડિનરનું આયોજન કરાયું છે. આ ઐતિહાસિક પ્રસંગમાં શામેલ થવા સહુને મંદિર તરફથી આમંત્રણ પાઠવાયું છે. વિશેષ વિગત માટે https://www.mangalmandir.org/shikhar  દ્વારા મેળવી શકાશે.

(7:50 pm IST)