Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

બિહારમાં જીવલેણ ગરમીથી હાહાકાર, કલમ ૧૪૪ લાગુ

લુ લાગવાથી છેલ્લા ત્રણ દિવસમાં ૧૮૩ના મોત : પટણા સહિત બિહારના તમામ મુખ્ય શહેરમાં પારો ૪૫ ડિગ્રી થયો : ૨૨મી જુન સુધી સ્કુલ-કોલેજોમાં રજા જાહેર

પટણા,તા. ૧૭ : બિહારના ભીષણ ગરમી અને લુ પડવાના કારણે ભારે હાહાકાર મચી ગયો છે. હાલત એટલી ખરાબ થઈ ગઈ છે કે, તેનો અંદાજ આનાથી જ લગાવી શકાય છે કે, છેલ્લા ત્રણ દિવસના ગાળામાં જ ૧૮૩ લોકોના મોત થઈ ચુક્યા છે. હોસ્પિટલમાં લુ લાગવાના કારણે શિકાર થયેલા સેંકડો દર્દી હાલ સારવાર હેઠળ છે. પટણા સહિત રાજ્યના તમામ મુખ્ય શહેરોમાં પારો ૪૫થી ઉપર પહોંચી ગયો છે. ૨૨મી જુન સુધી રાજ્યમાં તમામ સરકારી સ્કુલો અને કોેલેજો બંધ રહેશે. શિક્ષણ વિભાગ દ્વારા આ અંગેની જાહેરાત કરી દેવામાં આવી છે. ગયામાં ભીષણ ગરમીને ધ્યાનમાં લઈને વહીવટીતંત્ર દ્વારા કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. રાજ્યમાં શિક્ષણ વિભાગે આદેશ કર્યો છે કે, ગરમીને જોતા તમામ સરકારી અને સહાયતા મેળવતી સ્કુલો ૨૨મી જુન સુધી બંધ રહેશે. ગયામાં ડીએમ દ્વારા જણાવવામાં આવ્યું છે કે, કલમ ૧૪૪ લાગુ કરવામાં આવી છે. જે હેઠળ ચારથી વધુ લોકો એક જગ્યા ઉપર એકત્રિત થઈ શકશે નહીં. ઉપરાંત સવારે ૧૧ વાગ્યાથી   ચાર વાગ્યા સુધી તમામ પ્રકારના સરકારી અને બિન સરકારી નિર્માણ કામો, મનરેગા હેઠળના મજુરી કામો અને ખુલ્લી જગ્યાએ કોઈ પણ પ્રકારના સાંસ્કૃતિક કાર્યક્રમ યોજી શકાશે નહીં. આજે નાલંદામા છ લોકોના અને ઔરંગાબાદમાં ચાર લોકોના લુ લાગવાથી મોત થયા છે. શનિવારે મોતનો આંકડો ૬૧ હતો જે રવિવારે વધીને ૧૧૨ થયો હતો. આજે વધીને ૧૮૩ ઉપર પહોંચ્યો હતો. હજુ પણ સેંકડો લોકો હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. સૌથી વધારે મોત ઔરંગાબાદ, નવાદા, પટણા, પૂર્વીય બિહાર, રોહતાસ, જેહાનાબાદ અને ભોજપુરમાં થયા છે. લુ લાગવાના કારણે છેલ્લા ત્રણ દિવસમાં ૧૮૩ લોકોના મોત થઇ ગયા છે. ગયા, નવાદા, ઔરંગાબાદમાં હાલમાં જુદી જુદી હોસ્પિટલમાં ૩૦૦ બાળકો સારવાર હેઠળ છે. નવા દર્દીઓ સપાટી પર આવ્યા બાદ દર્દીઓના બિમાર થવાનો સિલસિલો જારી રહ્યો છે. એકલા ગયા જિલ્લામાં ગઇકાલે રવિવારના દિવસે ૨૮ લોકોના મોત થયા હતા. એમ કહેવામાં આવે છે કે લુ લાગવાના  કારણે મૃત્યુ પામનારમાં મોટા ભાગના લોકો ૬૦ વર્ષથી ઉપરની વયના લોકો છે. આટલી મોટી સંખ્યામાં લોકોના મોત થયા બાદ સરકાર હચમચી ઉઠી છે. બિહાર સરકારે તમામ પ્રભાવિત જિલ્લામાં દર્દીઓની સારવાર માટે વધારાની સંખ્યામાં તબીબો ગોઠવી દીધા છે. જો કે હાલત હજુ ખરાબ થયેલી છે.સ્થિતીમાં તરત સુધારાની શક્યતા દેખાતી નથી. તબીબોના કહેવા મુજબ લુ પીડિતો બેભાન થઈ રહ્યા છે. ત્યારબાદ અડધાથી બે કલાકના ગાળામાં તેમના મૃત્યુ થયા છે. મોતનું કારણ બ્રેનમાં ગ્લુકોઝની કમીના કારણે આ લોકોના મોત થયા છે. તબીબોએ કહ્યું છે કે, લોકોએ વધુમાં વધુ પાણી પીવાની જરૂર છે. બીજી બાજુ મૃતક પરિવારના લોકોને સહાય રકમ આપવાની શરૂઆત કરાઈ છે.   

ભીષણ ગરમીનો પ્રકોપ

*         બિહારમાં છેલ્લા ત્રણ દિવસના ગાળામાં ભીષણ ગરમી અને લુથી ૧૮૩ના મોત

*   એકલા ગયા જિલ્લામાં ૨૮થી વધુ લોકોના મોત

*   સેંકડો લોકો હજુ પણ જુદી જુદી હોસ્પિટલમાં સારવાર હેઠળ

*   લુના લીધે મૃત્યુ પામેલા લોકોમાં મોટા ભાગના લોકો ૬૦ વર્ષથી ઉપરના લોકો છે

*   બિહારમાં મોનસુન પહેલા ભીષણ ગરમીથી પારો ૪૫થી ઉપર પહોંચી ગયો

*   સ્કુલ અને કોલેજોમાં ૨૨મી સુધી રજાની જાહેરાત

*   મનરેગા અને મજુરી કામો ચોક્કસ ગાળા માટે બંધ

*   કલમ ૧૪૪ પણ લાગુ કરવામાં આવી

(7:31 pm IST)
  • અબ્‍દુલ કલામના જન્‍મદિવસ ૧૫ ઓક્‍ટોબરે રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ જાહેર કરવા માગણી : ભારતીય જનતા પક્ષના નેતા અને ભૂતપૂર્વ રાજય સભાના સભ્‍ય આનંદ ભાસ્‍કર રાવ રાપોલૂએ કેન્‍દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ ને પત્ર લખી ૧૫મી ઓક્‍ટોબરે ડોક્‍ટર એ પી જે અબ્‍દુલ કલામના જન્‍મ દિવસને રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ-નેશનલ સ્‍ટુડન્‍ટસ ડે જાહેર કરવા માગણી કરી છે. access_time 1:42 pm IST

  • રાજકોટમાં વહેલી સવારથી ધીમીધારે વરસાદ શરૂઃ સમગ્ર વાતાવરણમાં ઠંડક access_time 8:49 am IST

  • આજથી ૨૬ જુલાઇ સુધી ચાલનાર સંસદમાં લોકસભા ૩૦ વખત અને રાજયસભા ૨૭ વખત મળશે તેમ જાણવા મળે છે : ૧૭ જૂન આવતીકાલથી ૨૬ જુલાઈ વચ્ચે લોકસભાની ૩૦ બેઠકો અને રાજયસભાની ૨૭ બેઠકો મળશે તેમ જાણવા મળે છે access_time 1:01 pm IST