Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

યુકો બેંકના સ્‍થાપક પરિવારના પ્રપૌત્ર વીલફૂલ ડીફોલ્‍ટર જાહેર

મુંબઇઃ વિધીની વક્રતા તો જુઓ દેશની રાષ્‍ટ્રીયકૃત બેન્‍કો માટેની યુકો બેન્‍કે જાણીતા ઉદ્યોગપતિ યશોવર્ધન બીરલાને વીલફૂલ ડીફોલ્‍ટર-નાદાર જાહેર કર્યા છે. ૬૭ કરોડની મુળ લોન અને વ્‍યાજ નહિ ભરી શકતા આ પગલુ લેવાયું છે. સુપ્રસિધ્‍ધ ઉદ્યોગપતિ સ્‍વ. જી.ડી. બિરલાએ યુકો બેન્‍કની સ્‍થાપના કરી હતી. તેમના ભાઇ આર.ડી.બીરલાના પ્રપૌત્ર એટલે યશોવર્ધન બિરલા છે.

(4:44 pm IST)
  • જૂનમાં સામાન્‍યથી ૪૦ ટકા ઓછો વરસાદ પડશે : હવામાનની એજન્‍સી સ્‍કાયમેટે જણાવ્‍યુ છે કે બે થી ત્રણ દિવસમાં ઉત્તર ભારતમાં વરસાદ શરૂ થશે : અત્‍યાર સુધીમાં મધ્‍ય ભારતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો access_time 4:38 pm IST

  • ઉ. પ્ર.માં મોટો વિજદર વધારો આવી રહ્યો છે : ઉત્ત્ર પ્રદેશ પાવર યુટીલિટીએ ઇલેકટ્રીસિટીના દરોમાં ૨૫ % જેવો જંગી વધારો ઝીંકવા ભલામણ કરી છે. access_time 1:03 pm IST

  • જેટ એરવેઝના નરેશ ગોયલે ૧૪૦૦ કરોડ દુબઇમાં ઠાલવ્‍યા : મોદી સરકાર એક્‍સન મોડમાં: જેટ એરવેઝના ચેરમેન નરેશ ગોયલને કરચોરી માટે આવકવેરાનું તેડું આવ્‍યું છે. સિરિયસ ફ્રોડ ઇન્‍વેસ્‍ટિગેશન ઓફિસર (એસફઆઇઓ) આ સમયે હાજર રહેશે.. કાનૂની પગલાંઓ શરૂ. access_time 1:42 pm IST