Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

૧૭મી લોકસભા આજથી શરૂ સાંસદોની કમાણી ઉપર એક નજર

સંસદ સભ્‍ય હોવું અથવા ભૂતપૂર્વ સંસદ સભ્‍ય હોવું એ ખરેખર અત્‍યંત વળતર આપનારૂં સ્‍થાન છે.

દરેક સંસદ સભ્‍યને મહિને એક લાખનો પગાર અને કેટલાય પ્રકારના ભથ્‍થાઓ મળે છે. પાંચ વર્ષમાં સરેરાશ લગભગ ૪૬૮ દિવસ લોકસભા ચાલતી હોય છે જેના માટે તેમને રોજનું દૈનિક ભથ્‍થું ર૦૦૦ મળે છે. તેને કોન્‍સ્‍ટીટયુઅન્‍સી એલાઉન્‍સના માસિક ૭૦,૦૦૦ રૂપિયામાં ઉમેરો. આ ઉપરાંત દર મહિને ૬૦,૦૦૦ રૂપિયા ઓફીસ ખર્ચ અને ૪૦ હજાર રૂપિયા તેમને સેક્રેટરી રાખવા માટે મળે છે.

આ બધાનો પાંચ વર્ષનો સરવાળો ૧.૭૧ કરોડ જેટલો થાય છે. તેમાંથી ફકત પગાર અને ઓફિસ ખર્ચ જ કરપાત્ર ગણાય છે.

 

સંસદ સભ્‍યની પ વર્ષની આવક

આવકની વિગત

રકમ રૂપિયામાં

પગાર મહીને ૧ લાખ

૬૦ લાખ

દૈનિક ભથ્‍થુ રોજના ર૦૦૦

૯.૩૬ લાખ

કોન્‍સ્‍ટીટયુઅન્‍સી એલાઉન્‍સ

૪ર.૦ લાખ

ઓફિસ ખર્ચ એલાઉન્‍સ

૩૬.૦ લાખ

સેક્રેટરી એલાઉન્‍સ

ર૪.૦૦ લાખ

કુલ પ વર્ષની આવક

૧૭૧.૩૬ લાખ

 

(4:31 pm IST)