Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ભારે વેચવાલીથી જેટ એરવેઝ વધુ ૧૮ ટકા તૂટયો

નવી દિલ્હી, તા.૧૭:સોમવારે જેટ એરવેઝના શેર્સ વધુ ૧૮ ટકા ઘટીને ટ્રેડ થઈ રહ્યા હતા. ગયા સપ્તાહે કંપનીના શેર ટ્રેડિંગ પર ૨૮ જૂનથી નિયંત્રણો લાદવામાં આવશે તેવી જાહેરાત બાદ આજે પણ આ કંપનીના શેરમાં ધૂમ વેચવાલી જોવા મળી હતી. આજે સતત ૧૧માં સેશનમાં કંપનીના શેરમાં કડાકો બોલી ગયો હતો. BSE પર કંપનીના શેર ૧૮.૨૮ ટકા ઘટીને ઈં ૬૭.૦૫ના દ્યણા વર્ષોની નીચી સપાટીએ ટ્રેડ થઈ રહ્યો હતો. NSE પર પણ કંપનીના શેર ૧૭.૯૪ ટકા ઘટીને ૬૭ના તળિયે ટ્રેડ થઈ રહ્યા હતા.

૩૦ મેના રોજ કંપનીના શેરનો ભાવ  ૧૫૦.૮૫ હતો અને આ સપાટીથી અત્યાર સુધીમાં તેમાં ૫૫ ટકાનો જંગી ઘટાડો જોવા મળ્યો છે.

ગયા સપ્તાહે જારી કરવામાં આવેલા પરિપત્ર પ્રમાણે આ કંપનીના શેરમાં વધુ પડતી વોલેટિલિટી પર નિયંત્રણ રાખવાના હેતુથી ૨૮ જૂનથી આ શેરના ટ્રેડિંગ પર નિયંત્રણો લાદવામાં આવશે. રોકડના સંકટથી ઘેરાયેલી આ એરલાઈન્સે એપ્રિલ મહિનાથી તેની કામગીરી બંધ કરી હતી.

(4:46 pm IST)