Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

માતા પિતાઓને નમ્ર વિનંતી

ફકત ૧પ મિનીટનો સમય કાઢીને તમારા બાળકોને નીચે લખેલી વાતો વાંચી સંભળાવોઃ બની શકે છે કે તેનાથી તેમનું જીવન બદલાઇ જાયઃ રતન ટાટાની અમૂલ્ય શિખામણો જે વિદ્યાર્થીઓને શીખવવામાં નથી આવતી

રતન ટાટાએ એક શાળામાં ભાષણ દરમ્યાન ૧૦ વાતો જણાવી હતી જે વિદ્યાર્થીઓને નથી શિખવવામાં આવતી.

૧. જીવનમાં ઉતાર ચઢાવ આવતા જ હોય છે તેની આદત પાડો.

ર. લોકોને તમારા સ્વાભિમાનની નથી પડી હોતી. પહેલા તેના માટે પોતાને સાબિત કરો.

૩. કોલેજનો અભ્યાસ પુરો થાય એટલે પ આંકડાના પગારનું ના વિચારો, એક રાતમાં કોઇ વાઇસ પ્રેસીડેન્ટ ન બની શકે, તેના માટે સખત મહેનત કરવી પડે.

૪. અત્યારે તમને તમારા શિક્ષક કડક અને ભયાનક લાગતા હશે કેમકે બોસ નામના પ્રાણીનો તમને પરિચય નથી થયો.

પ. તમારી ભૂલ, હાર વગેરે ફકત ને ફકત તમારા જ છે તેના માટે બીજાને દોષ ન આપો. ભૂલમાંથી શીખીને આગળ વધો.

૬. તમને અત્યારે જેટલા નિરસ અને કંટાળા જનક તમારા માતા પિતા લાગે છે એટલા તે તમારા જન્મ પહેલા નહોતા. તમારૃં પાલન પોષણ કરવામાં તેમણે એટલું કષ્ટ ઉઠાવ્યું કે તેમનો સ્વભાવ બદલાઇ ગયો.

૭. કોન્સોવેશન પ્રાઇઝ ફકત શાળાઓમાં જ જોવા મળશે. બહારની દુનિયામાં હારવા વાળાને મોકો નથી મળતો.

૮. જીવનની શાળામાં ધોરણ અને વર્ગ નથી હોતા અને ત્યાં મહીનાનું વેકેશન પણ નહીં મળે. ત્યાં તમને કોઇ શિખડાવવા વાળું પણ નહીં હોય, જે કંઇ કરવાનું હશે તે જાતે જ કરવું પડશે.

(૯) ટીવીમાં દર્શાવાતું જીવન સાચું નથી હોતું અને જીવન ટીવીની સીરીયલ નથી. જીવનમાં આરામ નથી હોતો, ત્યાં ફકત કામ, કામ અને કામ જ હોય છે. તમે કયારેય વિચાર્યું છે કે લકઝરી કલાસની કાર (જેગ્વાર, હમ્મર, બીએમડબલ્યુ, ઓડી, ફેરારી) જેવી કારની જાહેરાત ટીવી પર કેમ નથી આવતી? કારણ કે તે કાર બનાવતી કંપનીઓને ખબર છે કે આવી કાર લેનાર વ્યકિત પાસે ટીવી સામે બેસવાનો ફાલતુ સમય નથી હોતો.

૧૦. સતત ભણતા અને સખત મહેનત કરતા પોતાના મિત્રોની મશ્કરી ન કરો, એક સમય એવો આવશે કે તમારે તેના હાથ નીચે કામ કરવું પડે. (હિન્દી અખબારમાંથી સાભાર)

(4:02 pm IST)