Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

બોલો, કોર્ટમાં સાક્ષી તરીકે ગાયને પેશ કરવામાં આવી

જોધપુર તા. ૧૭ :.. જોધપુરની લોકલ કોર્ટમાં શનિવારે એક ગાયને સાક્ષી તરીકે પેશ કરવામાં આવી હતી. વાત ગાયના માલિકી હકની જ હતી. ઓમપ્રકાશ અને શ્યામસિંહ નામના બે માણસો વચ્ચે ર૦૧૮ થી લઇને આ ગાયની માલિકી વિશે વિવાદ ચાલતો હતો. આખરે કોર્ટે જેના માટે વિવાદ છે એ ગાયને જ કોર્ટમાં રજૂ કરવાનો આદેશ આપ્યો. ત્યારબાદ જજે આ ગાય ઓમપ્રકાશને આપી દેવામાં આવે એવો ચૂકાદો આપ્યો હતો. ગાયને જોઇને કયા આધારે જજે નિર્ણય કર્યો એ જાણવા મળ્યું નથી.

 

 

(11:46 am IST)