Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

એક રાષ્ટ્ર, એક ચૂંટણીઃ નરેન્દ્ર મોદીએ આવતીકાલે બોલાવી સર્વપક્ષીય બેઠક

ર૦રર માં ભારતની આઝાદીનાં ૭પ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. આ ઉપરાંત મહાત્મા ગાંધીની ૧પ૦મી જયંતી આ વર્ષે મનાવવામાં આવશે એ સંબંધે આયોજનો વિશે ચર્ચા કરવા અને જિલ્લાઓ સંબંધિત મુદાઓ પર વિચાર વિમર્શ કરવા માટે મોદીએ બેઠક બોલાવી છે

નવી દિલ્હી તા. ૧૭ :.. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ 'એક દેશ, એક ચૂંટણી' ના મુદા પર ચર્ચા માટે સંસદ ભવનમાં તમામ પક્ષોના રાષ્ટ્રીય અધ્યક્ષોની મીટીંગ બોલાવી છે. આ મીટીંગ ૧૯ જૂને થશે. સંસદીય કાર્ય પ્રધાન પ્રહલાદ જોશીએ જણાવ્યું કે નરેન્દ્ર મોદી આ બેઠકમાં 'એક રાષ્ટ્ર, એક ચૂંટણી' અને મહાત્મા ગાંધીની ૧પ૦ મી જન્મજયંતિ સાથે જોડાયેલા કાર્યક્રમો વિશે ચર્ચા કરશે. આ ઉપરાંત મોદીએ ર૦ જૂને લોકસભા અને રાજયસભાના તમામ સંસદસભ્યોની મીટીંગ બોલાવી છે.

રવિવારે સરકાર તરફથી બોલાવાયેલી સર્વપક્ષીય બેઠકને લઇ પ્રહલાદ જોશીએ જણાવ્યું કે વિપક્ષી સાથે સહયોગીઓ સાથે પણ સલાહ લેવામાં આવી છે. મીટીંગ દરમ્યાન મોદીએ કહયું કે આ વખતે સંસદમાં ઘણા નવા ચહેરા આવ્યા છે. તેમના દ્વારા આવનારા વિચારોને સામેલ કરવા જોઇએ. ૧૯ જૂને થનારી મીટીંગમાં નરેન્દ્ર મોદી પણ હાજર રહેશે.

સર્વપક્ષીય બેઠક બાદ જોશીએ કહયું કે વર્ષ ર૦રર માં ભારતની આઝાદીનાં ૭પ વર્ષ પૂર્ણ થવા જઇ રહ્યા છે. આ ઉપરાંત મહાત્મા ગાંધીની ૧પ૦મી જયંતી આ વર્ષે મનાવવામાં આવશે એ સંબંધે આયોજનો વિશે ચર્ચા કરવા અને જિલ્લાઓ સંબંધિત મુદાઓ પર વિચાર વિમર્શ કરવા માટે મોદીએ બેઠક બોલાવી છે.

(11:45 am IST)