Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

આ જ પત્ની જન્મો જન્મ મળેએ માટે પતિઓએ કર્યુ વટસાવિત્રીનું વ્રત

 પૂણે તા ૧૭ : જોકસની માર્કેટમાં પતિ-પત્તિના સંબંધો એ સોૈથી સરળ વિષ્ય છે. પત્નીઓની ઘણી મજાક પણ ઉડાડાય છે. જોકે હજીયેભારતમાં કેટલાક પુરૂષો એવા છે, જેઓ પત્ની માટે ખુબ પ્રેમ અને રિસ્પેકટ ધરાવે છે. આ પતિઓને તેમને મળી એ જ પત્ની જન્મોજન્મ મળે એ માટે વટસાવિત્રીના દિવસે વડની ફરતે સાત ફેરા લીધા હતા. પૂણે પાસે આવેલા સાંગવી શહેરમાં માનવ હક સંરક્ષણ અને જાગૃતિ સંસ્થાનના કેટલાક પુરૂષોએ સ્ત્રી-પુરૂષ સમાનતા દાખવવા માટે વટસાવિત્રી પુર્ણિમાનું વ્રત કર્યુ હતું. એટલુ જ નહીં લગભગ ૪૦ જેટલા પુરૂષોએ વડની ફરતે સુતરનો ધાગો પરોવીને સાત ફેરા લીધા હતા.

(11:43 am IST)
  • ઉ. પ્ર.માં મોટો વિજદર વધારો આવી રહ્યો છે : ઉત્ત્ર પ્રદેશ પાવર યુટીલિટીએ ઇલેકટ્રીસિટીના દરોમાં ૨૫ % જેવો જંગી વધારો ઝીંકવા ભલામણ કરી છે. access_time 1:03 pm IST

  • જૂનમાં સામાન્‍યથી ૪૦ ટકા ઓછો વરસાદ પડશે : હવામાનની એજન્‍સી સ્‍કાયમેટે જણાવ્‍યુ છે કે બે થી ત્રણ દિવસમાં ઉત્તર ભારતમાં વરસાદ શરૂ થશે : અત્‍યાર સુધીમાં મધ્‍ય ભારતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો access_time 4:38 pm IST

  • અબ્‍દુલ કલામના જન્‍મદિવસ ૧૫ ઓક્‍ટોબરે રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ જાહેર કરવા માગણી : ભારતીય જનતા પક્ષના નેતા અને ભૂતપૂર્વ રાજય સભાના સભ્‍ય આનંદ ભાસ્‍કર રાવ રાપોલૂએ કેન્‍દ્રીય મંત્રી રમેશ પોખરિયાલ ને પત્ર લખી ૧૫મી ઓક્‍ટોબરે ડોક્‍ટર એ પી જે અબ્‍દુલ કલામના જન્‍મ દિવસને રાષ્ટ્રીય વિદ્યાર્થી દિવસ-નેશનલ સ્‍ટુડન્‍ટસ ડે જાહેર કરવા માગણી કરી છે. access_time 1:42 pm IST