Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

૨૦૨૪ માં પણ ભાજપ અને એનડીએનો જ દબદબો : અમિતભાઇ શાહ વડાપ્રધાન બનશે

૨૦૧૯ ની ચુંટણીનો સાચો વરતારો આપનાર મુંબઇના નાથાભાઇ કાલરીયા કહે છે

રાજકોટ તા. ૧૭ : વર્ષ ૨૦૧૯ ની પાર્લામેન્ટની ચુંટણીમાં ભાજપને ૨૭૫ થી વધુ અને એન.ડી.એ.ને ૩૫૦ થી વધુ બેઠકો મળવાનો પરિણામો પૂર્વે વરતારો આપી સંપૂર્ણ સાચા ઠરનાર મુંબઇના નાથાભાઇ કાલરીયાએ વધુ એક વરતારો આપતા જણાવેલ છે કે ૨૦૨૪ માં ભાજપ ૩૨૫ અને એનડીએ ૪૦૦ થી વધુ બેઠકો મેળવશે. બંગાળમાં ભાજપની સતા વધશે અને મોદીજી કદાચ વયના કારણે નિવૃત થાય તો તેમના સ્થાને અમિત શાહ વડાપ્રધાન બનશે.

 

આગળ ૨૦૨૯ અને ૨૦૩૪ ની સ્થિત ભાખતા તેમણે જણાવેલ છે કે મહારાષ્ટ્રના સી.એમ. દેવેન્દ્ર ફડનવીશ ર વખત પ્રાઇમ મીનીસ્ટર બનશે. જો કે ભ્રષ્ટાચાર સામે તેમણે ખુબ સહન કરવુ પડશે. એ સમયે જો ભ્રષ્ટાચારમાં જ પી.એમ.નું નામ સંડોવાશે તો ભાજપ ભુંડા હાલે હારી પણ શકે છે.

મુળ ધોરાજીના મોટીમારડ ગામના વતની અને હાલ મુંબઇ સ્થાઇ થયેલા નાથાભાઇ કાલરીયાના હૈયે રાષ્ટ્રભાવના વણાયેલી છે. તેઓ કહે છે કે મારા પિતાશ્રી ગાંગજી માસ્તર કડવા પટેલ સમાજમાં સારી નામના ધરાવતા. મોટાભાઇ સવદાસભાઇ કાલરીયા જુનાગઢ પંથક માટે મોટા સેવાકાર્યો કરી ચુકયા છે. મોટી મારડની હવેલીના જીણોધ્ધારમાં પણ અમારો પરિવાર મોખરે રહેલ. હવે અમારી નવી પેઢીની વાત કરીએ તો મારો પુત્ર જીતુ કાંદીવલીની સતાપ્દી હોસ્પિટલમાં દરરોજ ૧૦૦ દર્દીને ભોજન પહોંચાડવાની સેવા કરે છે. આમ સેવાનો મંત્ર અમારી પેઢી દર પેઢી વારસામાં ઉતરતો આવ્યો છે.દેશ સેવા માટે કઇક કરી છુટવાની ખેવના ધરાવતા નાથાભાઇ કાલરીયા (મો.૯૯૨૦૬ ૦૧૭૧૨) એ આગામી દિવસોમાં પાણીની સમસ્યા ન રહે તે માટે તેમજ ભારત ૧૦૦ % સ્વચ્છ બની રહે તે માટે તેમજ દેશની બધી નદીઓ ચોખ્ખી ચણાક બની રહે અને નર્મૂદાનું પાણી સૌરાષ્ટ્રના ખુણે ખુણે પહો઼ચી વળે તે માટે પણ પ્લાન ઘડી કાઢયો છે.

(11:42 am IST)