Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

રાજસ્થાનની સુમન રાવ બની 'ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૧૯'

કોલેજ વિદ્યાર્થિની સુમન રાવ હવે 'મિસ વર્લ્ડ-૨૦૧૯' સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે

મુંબઈ, તા.૧૭: – રાજસ્થાનનિવાસી સુમન રાવે 'ફેમિના મિસ ઈન્ડિયા ૨૦૧૯'નો તાજ જીત્યો છે. શનિવારે સાંજે અહીં વરલી સ્થિત સરદાર વલ્લભભાઈ પટેલ ઈન્ડોર સ્ટેડિયમ ખાતે ૫૬મી મિસ ઈન્ડિયા સૌંદર્ય સ્પર્ધાના ગ્રાન્ડ ફિનાલે કાર્યક્રમમાં સુમન રાવને વિજેતા જાહેર કરવામાં આવી હતી.

૨૨ વર્ષની સુમનને તાજ પહેરાવ્યો હતો ગયા વર્ષની 'મિસ ઈન્ડિયા'અનુકૃતિ વ્યાસે.

જયૂરીના એક સવાલના જવાબમાં સુમને કહ્યું, 'જયારે તમે જીવનમાં સ્વયંને કોઈ વિશેષ લક્ષ્ય માટે સમર્પિત કરો છો ત્યારે તમારા શરીરની નસેનસ તમારી જીત માટે એ દિશામાં કામ કરવાનું શરૂ કરી દે છે.'

કોલેજ વિદ્યાર્થિની સુમન રાવ હવે 'મિસ વર્લ્ડ-૨૦૧૯' સ્પર્ધામાં ભારતનું પ્રતિનિધિત્વ કરશે. 'મિસ વર્લ્ડ' સ્પર્ધા આ વર્ષની ૭ ડિસેંબરે થાઈલેન્ડના પટ્ટાયામાં યોજાવાની છે.

શનિવારના કાર્યક્રમમાં બિહારની શ્રેયા શંકરે 'મિસ ઈન્ડિયા યુનાઈટેડ કોન્ટિનેન્ટ્સ-૨૦૧૯' તાજ જીત્યો હતો જયારે છત્તીસગઢની શિવાની જાધવે શ્નમિસ ગ્રેન્ડ ઈન્ડિયા-૨૦૧૯'નો તાજ જીત્યો હતો.

કાર્યક્રમમાં જયૂરી સભ્યો હતાંૅં બોલીવૂડ કોરિયોગ્રાફર રેમો ડીસોઝા, અભિનેત્રીઓ હુમા કુરૈશી, ચિત્રાંગદા સિંહ, ફેશન ડિઝાઈનર ફાલ્ગુની શેન પીકોક, ફૂટબોલ ખેલાડી સુનીલ છેત્રી.

ફિલ્મી સિતારાઓથી સભર કાર્યક્રમમાં કરણ જોહર, દિયા મિર્ઝા, નેહા ધુપીયા, હુમા કુરૈશી, ચિત્રાંગદા સિંહે હાજરી આપી હતી. કેટરીના કૈફ, વિકી કૌશલ, મૌની રોય અને નોરા ફતેહી જેવા કલાકારોએ સ્ટેજ પરફોર્મન્સ રજૂ કર્યો હતો.

કાર્યક્રમનું સંચાલન કરણ જોહર અને મનીષ પૌલે કર્યું હતું.

(11:41 am IST)
  • રાજકોટ-અમદાવાદ નેશનલ હાઇવે ૮-બનો બામણબોર સુધીનો ૬ માર્ગીય રોડ બનાવવાનો રૂડામાં ઠરાવ :આણંદપર-માલીયાસણ-કુચિયાદળ-હીરાસર-કુવાડવા-રામપરા (બેટી) સહિતના ગામડાઓમાં ખાનગી અને સરકારી જમીન સંપાદન કરવામાં આવશેઃ હયાત ૪૫ મીટરનો રસ્તો ૬૦ મીટરનો બનશેઃ બંને બાજુએ ૭.૫૦ મીટરનો વધારો થશેઃ ૪૦ ટકા કપાતના ગણવા અને સમર્થન આપવા રૂડાનો ઠરાવઃ કાર્યકારી ચેરમેન બંછાનીધિ પાનીની જાહેરાત access_time 4:25 pm IST

  • રાજકોટમાં વ્‍હેલી સવારે ઝાપટુ વરસી ગયા બાદ તડકો : પવનનું જોર : બપોરે ૩ વાગ્‍યે રાજકોટમાં ૩૫ ડિગ્રી : ૨૮ કિ.મી.ની ઝડપે પવન ફૂંકાઈ રહ્યા છે access_time 4:15 pm IST

  • જૂનમાં સામાન્‍યથી ૪૦ ટકા ઓછો વરસાદ પડશે : હવામાનની એજન્‍સી સ્‍કાયમેટે જણાવ્‍યુ છે કે બે થી ત્રણ દિવસમાં ઉત્તર ભારતમાં વરસાદ શરૂ થશે : અત્‍યાર સુધીમાં મધ્‍ય ભારતમાં સૌથી ઓછો વરસાદ નોંધાયો access_time 4:38 pm IST