Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

'ભારતમાં નોકરી નહીં, ઓછી સેલેરીની છે સમસ્યા'

ઈન્ફોસીસના પૂર્વ સીઈઓ ટી વી મોહનદાસ પાઈનો દાવો

બેંગલુરુ, તા.૧૭: ઈન્ફોસિસના પૂર્વ સીઈઓ અને દિગ્ગજ રોકાણકાર ટી વી મોહનદાસ પાઈએ કહ્યું કે, ભારતમાં નોકરીની નહીં, વેતનની સમસ્યા છે. ભારતમાં ઓછી આવકવાળી નોકરીઓની તકો ઊભી થઈ રહી છે, જે ડિગ્રી હોલ્ડર કરવા નથી માગતા. તેમણે બેરોજગારીના આંકડા સામે પણ સવાલ ઉઠાવ્યા છે.

પીટીઆઈને તેમણે જણાવ્યું કે, 'ભારતમાં સારી નોકરીઓની તક નથી ઊભી થઈ રહી. ૧૦-૧૫ હજાર રૂપિયાની નોકરીઓ વધારે છે, જેની તરફ ડિગ્રી હોલ્ડર આકર્ષિત નથી થઈ રહ્યા. ભારતમાં મજૂરીની સમસ્યા છે, કામની નહીં.' તેમણે કહ્યું કે, તેની સાથે ભારતમાં ક્ષેત્રીય અને ભૌગોલિક સમસ્યાઓ પણ છે.

પઈએ સલાહ આપી કે ચીનની જેમ ભારત શ્રમ પ્રધાન ઉદ્યોગ શરૂ કરે અને બંદરોની નજીક ઈન્ફ્રાસ્ટ્રકચર તૈયાર કરે. સાથે જ નોકરી કરનારાઓની આકાંક્ષાઓને પૂરી કરવા માટે હાઈટેક ય્રૂઝ્ર માં વધુ રોકાણ કરે.

તેમણે કહ્યું કે,'આપણે જોવું જોઈએ કે ચીને શું કર્યું છે. તેમણે પહેલા શ્રમ ઉદ્યોગ સ્થાપ્યા. સમગ્ર દુનિયાને આમંત્રિત કરી કે તેના શ્રમનો ઉપયોગ કરે અને નિકાસનો વેપાર કર્યો. આપણે શ્રમ પ્રધાન ઉદ્યોગોને પ્રોત્સાહન નથી આપ્યું. આપણી પાસે સાચી નીતિ નથી. એટલે આપણે આપણા વધારે શ્રમનો ઉપયોગ કરી શકતા નથી.'

પઈએ એવું પણ જણાવ્યું કે, ચીને ઈલેકટ્રોનિક એસેમ્બલી અને ચીન નિર્માણ સહિત હાઈટેક રિસર્ચ અને ડેવલપમેન્ટમાં મોટું રોકાણ કર્યું છે. ઈકો સિસ્ટમ તૈયાર કરવા માટે નીચલા સ્તર પર પ્રોત્સાહન આપવામાં આવ્યું. તેમણે કહ્યું કે, ચીને તટીય વિસ્તારોમાં ઈન્ફ્રાસ્ટ્રકચર બનાવ્યા, પરંતુ આપણે એવું નથી કર્યું.

પઈએ કહ્યું કે, સેન્ટર ફોર મોનિટરિંગ ઈન્ડિયન ઈકોનોમી (સીએમઆઈઈ) દ્વારા બેરોજગારી પર આપવામાં આવેલા આંકડા કે ૨૦૧૮માં ૧.૧૦ કરોડ લોકોની નોકરી જતી રહી. તેમણે કહ્યું કે, ૧૫-૧૯ વર્ષની ઉંમરની વચ્ચે બેરોજગારીને લઈને સર્વેમાં ખામીઓ છે. પઈએ કહ્યું કે, રોજગારી પર સૌથી સાચો આંકડો ઈપીએફઓનો છે, જે કહે છે કે, દર વર્ષે ૬૦થી ૭૦ લોકોને સંગઠિત ક્ષેત્રમાં રોજગાર મળ્યો.

(11:40 am IST)