Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

૧૦ લાખ સુધીની આવક ટેક્ષ ફ્રી રાખો

શ્રમિક સંગઠનોના પ્રતિનિધિઓએ ન્યૂનતમ વેતન વધારી ૨૦ હજાર રૂપિયા કરવા, ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના અંતર્ગત વર્ષના ઓછામાં ઓછા ૨૦૦ દિવસ કામ સુનિશ્ચિત કરવા અને ઓછામાં ઓછા ૬ હજાર રૂપિયા માસિક પેન્શન આપવાની માંગ કરી છે

નવી દિલ્હી, તા.૧૭:  શ્રમિક સંગઠનોના પ્રતિનિધિઓએ શનિવારે ન્યૂનતમ વેતન વધારી ૨૦ હજાર રૂપિયા કરવા, ગ્રામીણ રોજગાર ગેરેન્ટી યોજના અંતર્ગત વર્ષના ઓછામાં ઓછા ૨૦૦ દિવસ કામ સુનિશ્યિત કરવા અને ઓછામાં ઓછા ૬ હજાર રૂપિયા માસિક પેન્શન આપવાની માગ કરી છે. બજેટ પૂર્વે બેઠકમાં યૂનિયનોએ વેતનધારી તેમજ પેન્શન પ્રાપ્ત કરનાર લોકોની ૧૦ લાખ રૂપિયા સુધીની આવકને આવકવેરાની મર્યાદાથી બહાર રાખવાની માગ કરી છે. તેમણે વરિષ્ઠ નાગરિકો માટે પણ આવકવેરાની મર્યાદા વધારી ૮ લાખ રૂપિયા કરવાની માગ કરી છે.

લગભગ દર્ઝન જેટલા કેન્દ્રીય શ્રમિક સંગઠનોના પ્રતિનિધિઓએ નાણા તેમજ કોરપોરેટ મામલોને રાજય મંત્રી અનુરાગ ઠાકુરની સાથે બજેટ પૂર્વ બેઠક કરી હતી. તે દરમિયાન તેમણે લાભ મેળવી રહેલી સાર્વજનિક ક્ષેત્રની કંપનીઓના ખાનગીકરણ અને ડિસઇન્વેસ્ટમેન્ટને લઇને તેમનો વાંધો દાખલ કર્યો છે. તેમમે સાથે જ રોજગાર સર્જન પર ભાર આપવાની વાત કરી છે. બેઠક બાદ કેટલાક યૂનિયન નેતાઓએ નાણામંત્રી સીતારમણની ગેરહાજરીને લઇને નારાજ જોવા મળ્યા હતા. સીતારમણને નીતિ પંચની ગવર્નિંગ કાઉન્સિલ બેઠકમાં સહભાગીતા થવાના કારણે ઠાકુરને બેઠકની અધ્યક્ષતા કરી હતી.

ઓલ ઇન્ડિયા ટ્રેડ યૂનિયન કોંગ્રેસ (એઆઇટીયૂસી) મહાસચિવ અમરજીત કોરે કહ્યું, નાણામંત્રી સીતારમણે અમને બજેટ પૂર્વે વિચાર-વિમર્શ માટે આમંત્રિત કર્યા હતા. પરંતુ અમારી વાત રાજયમંત્રી સાથે થઇ. તેમણે વાતચીતના ચાર વ્યાપક બિન્દુઓ પર સીમિત રાખવાનો પ્રયત્ન કર્યો. આ ચાર પાસા છે- શ્રમિકનું સંરક્ષણ, કૌશલ વિકાસ, રોજગાર અને વેતન. તેમણે કહ્યું, અમે બધા ૧૦ કેન્દ્રીય શ્રમિક સંગઠનોએ પોતાના બાધા પાસાઓ રાખ્યા છે. અમે ૨૦ હજાર રૂપિયા ન્યૂનતમ વેતન, ૬ હજાર રૂપિયા માસિક પેન્શન અને મનરેગા અંતર્ગત ૨૦૦ દિવસ સુધી રોજગાર આપવાની માગ કરી છે.

(11:40 am IST)