Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

ગૃહમાં જોવા ન મળ્‍યા ૮ દિગ્‍ગજ નેતા

મનમોહનસિંહ, દેવગૌડા, અડવાણી, જોષી, સુષ્‍મા, ખડગે, સુમિત્રા મહાજન, ઉમા ભારતી સંસદમાં સામેલ નહિં થાય

નવી દિલ્‍હી : નવી ચૂંટાયેલી લોકસભાનો પહેલું સત્ર આજથી શરૂ થશે. સત્ર શરૂ થવાની સાથે જ સાંસદોને તેમના પદ અને ગુપ્તતાના શપથ અપાવવામાં આવશે. આ સત્રમા્ર અનેક વાતો નવી હશકે. આ વખતે અનેક ચહેરા સંસદમાં નહીં જોવા મળે જે દાયકાઓ સુધી લોકસભા કે રાજયસભામાં પોતાની છાપ છોડતા રહ્યા. ભારે બહુમતની સાથે આવેલા ભાજપના જ અનેક ચહેરા આ વખતે સંસદમાં નહીં જોવા મળે.

ભાજપના દિગ્‍ગજ નેતાઓમાં સામેલ લાલકૃષ્‍ણ અડવાણી, મુરલી મનોહર જોશી અને સુષ્‍મા સ્‍વરાજ હવે સંસદમાં નહીં જોવા મળે. ત્રણેયે જ આ ચૂંટણીમાં ન લડવાનો નિર્ણય લીધો હતો. તેની સાથે જ પૂર્વ લોકસભા અધ્‍યક્ષ સુમિત્રા મહાજન અને ઉમા ભારતી પણ ચૂંટણી ન લડવાના કારણે સંસદમાં નહીં જોવા મળે. બીજી તરફ, કોંગ્રેસના દિગ્‍ગજ નેતા મલ્લિકાર્જુન ખડગે લોકસભા ચૂંટણી હારવાના કારણે સંસદ સુધી નથી પહોંચી શક્‍યા. તેમની સાથે જ જયોતિરાદિત્‍ય સિંધિયા પોતાની પરંપરાગત સીટ ગુના ગુમાવી ચૂક્‍યા છે. બીજી તરફ, પૂર્વ વડાપ્રધાન મનમોહન સિંહનો પણ રાજયસભાનો કાર્યકાળ પૂરો થઈ રહ્યો છે અને તેઓ પણ ચૂંટણી નથી લડી રહ્યા. એવામાં સિંહ પણ હવે સંસદમાં નહીં જોવા મળે. પૂર્વ વડાપ્રધાન એચડી દેવેગૌડા પણ લોકસભા ચૂંટણી હારી ગયા છે. એવામાં તેઓ પણ સંસદ સુધી નહીં પહોંચી શકે.

સંસદ સત્ર આજથી શરૂ થઈ રહ્યું છે અને હજુ સુધી કોંગ્રેસે ગૃહમાં પોતાના નેતાની જાહેરાત નથી કરી. આ સંબંધમાં કોંગ્રેસના નેતા પીએલ પુનિયાએ એક ચેનલને આપેલા ઇન્‍ટરવ્‍યૂમાં કહ્યું કે હજુ સમય છે, લોકસભા ૨૦ જૂનથી શરૂથી જ વાસ્‍તવિક રીતે કામ કરશે. શરૂઆતના દિવસોમાં તો નવા સભ્‍યોને શપથ અપાવાવશે અને વહિવટી કાર્યોમાં જ પસાર થશે.

સંસદનું સત્ર શરૂ થયા બાદ ૫ જુલાઈના રોજ નવી સરકાર પોતાનું પૂર્ણ બજેટ રજૂ કરશે. આ દરમિયાન નાણા મંત્રી નિર્મલા સીતારમણ ગૃહમાં બજેટ રજૂ કરશે અને ઈન્‍દિરા ગાંધી બાદ આવું કરાનારી પહેલી મહિલા નાણા મંત્રી હશે.

(11:18 am IST)