Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

આજથી મોદીરાજ ૨-૦ની સંસદીય પરીક્ષાનો પ્રારંભ

૧૭મી લોકસભાના પ્રથમ સત્રનો પ્રારંભ : નવા સાંસદોની શપથવિધિ

નવી દિલ્‍હી, તા.૧૭ : સત્તરમી લોકસભાનું પ્રથમ સત્ર સોમવારથી આજથી શરૂ થયું છે. સત્રના એક દિવસ પહેલા સરકારે સર્વપક્ષીય બેઠક બોલાવીને ત્રિપલ તલાક સહિત અનેક મહત્‍વના બિલ પર વિપક્ષનો સહયોગ માંગ્‍યો છ. ઉલ્લખેનીય છે કે આ સત્રમાં પ્રથમ બે દિવસ નવા ચૂંટાયેલા સાંસદોને શપથ આપવામાં આવશે. નવા લોકસભા અધ્‍યક્ષની પસંદગી કરશે. રાષ્ટ્રપતિ ગુરુવારે બન્ને સદનોની સંયુક્‍ત બેઠકોને સંબોધિત કરશે. નિર્મલા સીતારમણ તરીકે નાણામંત્રી ૫ જુલાઈએ સામાન્‍ય બજેટ રજૂ કરશે. આવતા મહિનાની ૨૬ તારીખ સુધી ચાલનારા આ સત્રમાં સરકાર રીક્ષાનો પ્રારંભ

ટ્રિપલ તલાક, કેન્‍દ્રીય શૈક્ષણિક સંસ્‍થાન, નાગરિકતા સંશોધન જેવા અનેક મહત્‍વના બિલ રજૂ કરશે. તેમાં ટ્રિપલ તલાક બિલ પર જુના સ્‍ટેન્‍ડ પર અડગ સરકારની પ્રયત્‍નો બીજા કાર્યકાળ તેને કાયદાકીય પ્રક્રિયામાંથી પર ઉતારવાની હશે. જોકે સરકારની સહયોગી જેડીયુએ આ બિલનું સમર્થન ન કરવાની દ્યોષણા કરી છે. જયારે અન્‍ય વિપક્ષી દળોએ આ બિલ પર તેમનું વલણ સ્‍પષ્ટ કરવમાં આવ્‍યું નથી.

નવી લોકસભામાં પ્રચંડ બહુમત હાંસલ કરવાના કારણે રાજગમાં જયાં ભારે આત્‍મવિશ્વાસ છે, બીજી બાજુ વિપક્ષનું મનોબળ તૂટેલું છે. તેનો અંદાજ તેનાથી લગાવામાં આવી શકે છે કે સત્રના એક દિવસ પહેલા સુધી કોંગ્રેસ લોકસભામાં તેમના સંસદીય દળના નેતાની પણ પસંદગી કરી નથી. રાજદ જેવા અનેક દળ તેમન એક પણ ઉમેદવાર જીતી શકયા નથી. જયારે કોંગ્રેસ તમામ પ્રયત્‍નો છતાં આ વખતે પણ નેતા પ્રતિપક્ષ માટે જરુરી ૫૫ સભ્‍યોનો આંકડો મેળવી શકી નથી.

મહત્‍વના બીલો ઉપરાંત દેશભરની નજર ૫ જુલાઈએ રજૂ થવા જઈ રહેલા સામાન્‍ય બજેટ પર છે. અંતરિમ બજેટમાં મોદી સરકારે ૫ લાખની આવકને ઇનકમ ટેક્ષમાંથી છૂટતો દીધી હતી. પરંતુ તેને સ્‍લેબમાં સામેલ કરવામાં આવ્‍યા નથી. એવામાં તેમની દિલચસ્‍પી એ જાણવામાં ચ્‍ચે કે શું નાણામંત્રી આ છુટને સ્‍લેબમાં સામેલ કરશે અથવા મધ્‍ય વર્ગને રાહત આપવા માટે આયકર છુટની મર્યાદામાં વધારો કરશે.

(11:18 am IST)