Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

મ્યાનમાર બોર્ડરે ભારતીય સેનાની સર્જિકલ સ્ટ્રાઇક

ઉગ્રવાદીઓના અનેક અડ્ડા સાફ : ૮૦ જીવતા પકડાયા

નવી દિલ્હી, તા. ૧૭ : ભારત અને મ્યાનમાર બોર્ડર પરના ઉગ્રવાદી કેમ્પો પર ભારતીય સેનાએ મ્યાનમાર આર્મી સાથે મળીને હાથ ધરેલા એક સંયુકત ઓપરેશનના ભાગરૂપે ફરી સર્જિકલ સ્ટ્રાઇક કરી છે.

મહત્ત્વની વાત એ છે કે ઓપરેશન સનશાઇન હેઠળ આતંકવાદી કેમ્પ પર કરવામાં આવેલા હુમલામાં અનેક આતંકવાદીઓનો સફાયો તો કરાયો જ છે, પણ એની સાથોસાથ હુમલા બાદ ભાગી રહેલા ૮૦ જેટલા આતંકવાદીઓને સેનાએ પકડીને સ્થાનિક પોલીસને સોંપી દીધા છે.

ભારત દ્વારા મ્યાનમાર બોર્ડર નજીક મોટા પાયે રસ્તા બનાવવાનું કામ ચાલી રહ્યું છે. જેના પર આતંકવાદી સંગઠનો આતંકવાદી હુમલો કરવાની ફિરાકમાં હોવાની બાતમી મળ્યા બાદ સેનાએ ઓપરેશન સનશાઇન હેઠળ ફેબ્રુઆરીમાં પણ સર્જિકલ સ્ટ્રાઇક કરી હતી. એ પછી ૧૬થી ૮ જૂન વચ્ચે ફરી સર્જિકલ સ્ટ્રાઇક કરી છે.

બીજી તરફ મ્યાનમાર સેનાએ પણ પોતાની સરહદમાં આવેલા ૭ થી ૮ કેમ્પોનો સફાયો કર્યો છે. જેમાં મુખ્યત્વે નાગાલેન્ડના વિદ્રોહીઓ હતા. ર૦૧પમાં તેમણે ભારત સરકાર સાથેના યુદ્ધવિરામને ફગાવી દીધો હતો. હવે મ્યાનમાર સેના આ વિસ્તારમાં બીજા ત્રણ મહિના સુધી રહેશે જેથી ઉગ્રવાદીઓ ફરી ભેગા ન થઇ શકે. આ દરમ્યાન ભારતીય સેના મ્યાનમાર સેનાને જરૂરી સપ્લાય પૂરી પાડશે. (૮.૬)

(10:26 am IST)