Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

ક્રિકેટ વિશ્વકપ ૨૦૧૯ : મહામુકાબલામાં ભારતે પાકિસ્તાનને કચડી નાખ્યું : ભારતનો 89 રને શાનદાર વિજય

ભારતના 336 રનના જવાબમા પાકિસ્તાનના 40 ઓવરમાં છ વિકેટે 166 રન બનાવ્યા : ફરી વરસાદ વિલન બનતા ડકવર્થ લુઇસ મુજબ 40 ઓવરની મેચમાં 302 રનના ટાર્ગેટ સામે પાકિસ્તાન 212 રન જ બનાવી શક્યું : સમગ્ર વિશ્વમાં ભારતીય સમુદાયે ફટાકડા ફોડીને ભારતની ભવ્ય જીતને વધાવી

માન્ચેસ્ટર : આઈસીસી ક્રિકેટ વિશ્વ કપમાં ભારતીય ટીમનો રવિવારે માનચેસ્ટરમાં પાકિસ્તાન વિરુદ્ધ મહા  મુકાબલામાં શાનદાર વિજય થયો છે. પ્રથમ બેટિંગ કરતા ભારતીય ટીમે 50 ઓવરમાં 5 વિકેટે 336 રન ઝૂડી કાઢ્યા હતા. મેચમાં વરસાદ વિલન બન્યો હતો જ્યારે 47 મી ઓવરમાં મેચ અટકી હતી. ત્યાર બાદ મેચ ફરીથી શરૂ થઈ હતી. અને બંને ટીમોના ખેલાડીઓ પાછા ફર્યા છે. ભારતે 46.4 ઓવરમાં 4 વિકેટે 305 રન બનાવ્યા છે.

 ભારતની શરૂઆત શ્રેષ્ઠ રહી હતી. રોહિત અને કે.એલ. રાહુલની ઓપનિંગ જોડીએ ભવ્ય ભાગીદારી માટે 136 રનની પાર્ટનરશીપ કરી હતી. આ પછી, રાહુલ 57 રન બનાવ્યા પછી આઉટ થયો હતો. જ્યારે રોહિત શર્મા પોતાનો 150 રનનો ટાર્ગેટ પૂર્ણ કરી શક્યો નહી. તેણે એક ખોટો શોટ મારીને 140 રને આઉટ થયો હતો, રોહિત પછી હાર્દિક પાંડ્યાએ ઘણા મોટા શોટ રમ્યા અને 19 બોલમાં 26 રન કર્યા બાદ આઉટ થયો અને ધોનીની પણ વિકેટ પડી ગઈ હતી.

   રોહિત શર્માની સદી (140) અને વિરાટ કોહલી (77), લોકેશ રાહુલની અડધી સદી (57)ની મદદથી ભારતે આઈસીસી વર્લ્ડ કપમાં પાકિસ્તાન સામે 50 ઓવરમાં 5 વિકેટ ગુમાવી 336 રન બનાવી લીધા છે. પાકિસ્તાનને જીતવા માટે 337 રનનો પડકાર આપ્યો હતો . પાકિસ્તાન તરફથી મોહમ્મદ આમિરે 3 વિકેટ, જ્યારે હસન અલી અને વહાબ રિયાઝે 1-1 વિકેટ ઝડપી હતી.

    પાકિસ્તાનના ફખર ઝમાન અને ઇમામ ઉલ હક ઓપનિંગમાં ઉતર્યા હતા પાકિસ્તાનને પ્રથમ ફટકો, ઇમામ ઉલ હક 7 રને વિજય શંકરનો શિકાર બન્યો   હતો જોકે ત્યારબાદ ફખર ઝમાને 59 બોલમાં 6 ફોર અને 1 સિક્સર સાથે અડધી સદી ફટકારી હતી પાકિસ્તાને 21.4 ઓવરમાં 100 રન પૂરા કર્યા હતા  બાબર આઝમ 48 રન બનાવી કુલદીપ યાદવની ઓવરમાં બોલ્ડ થયો હતો અને  પાકિસ્તાને 117 રને  બીજી વિકેટ ગુમાવી હતી.

   પાકિસ્તાનને ત્રીજો ફટકો લાગ્યો હતો જયારે ફખર ઝમાન 62 રને કુલદીપ યાદવનો શિકાર બન્યો. પાકિસ્તાને 126 રને  ત્રીજી વિકેટ  ગુમાવી હતી મોહમ્મદ હાફિઝ 9 રન બનાવી હાર્દિક પંડ્યાનો શિકાર બન્યો  હતો શોએબ મલિક પ્રથમ બોલે ખાતું ખોલાયા વિના આઉટ થયો હતો . હાર્દિક પંડ્યાએ બે બોલમાં ઝડપી બે વિકેટ હતી  પાકિસ્તાને 129 રને  પાંચમી વિકેટ ગુમાવી હતી પાકિસ્તાને 31.5 ઓવરમાં 150 રન પૂરા કર્યા  હતા પાકિસ્તાનને છઠ્ઠો ફટકો લાગ્યો જયારે, સરફરાઝ અહમદ 12 રન બનાવી વિજય શંકરની ઓવરમાં આઉટ થયો હતો મેચની 35 ઓવરમાં પાકિસ્તાને 166 રન બનાવ્યા ત્યારે ફરી વરસાદનું વિઘ્ન નાડ્યું હતું.

  બાદમાં ડકવર્થ લુઇસ મુજબ મેચ 40 ઓવરની કરાઈ હતી. પાકિસ્તાનને જીતવા માટે 40 ઓવરમાં 302 રનનો ટાર્ગેટ અપાયો હતો. છેલ્લા 30 દડામાં 136 રનનો લક્ષયાંક આપ્યો હતો, જોકે પાકિસ્તાન છ વિકેટે માત્ર 212 રન બનાવી શક્યું હતું. આમ ભારતનો 89 રને શાનદાર વિજય થયો હતો.

ભારતની જીત સાથેજ સમગ્ર દેશમાં આ ભવ્ય જીતની ખુશીમાં લોકોએ મનભરીને ફટાકડા ફોડ્યા હતા અને વિશ્વમાં ફેલાયેલા ભારતીય સમુદાયમાં ખુશીની લ્હેર પ્રસરી ગઈ હતી.

(12:33 am IST)