Gujarati News

Gujarati News

News of Sunday, 16th June 2019

કિર્ગીસ્તાનનાં રાષ્ટ્રપતિએ વડાપ્રધાન મોદીને પરંપરાગત ટોપી અને કોટ ભેટમાં આપ્યાં

રૂબરૂ મુલાકાત કરી પાણી ગરમ કરવાનું એક પાત્ર પણ આપ્યું

કિર્ગીસ્તાનનાં રાષ્ટ્રપતિ સૂરોનેબ જીનબેકોવ શાંઘાઇ સહયોગ સંગઠનની બેઠકમાં વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીને કિર્ગીસ્તાનની પારંપરિક ટોપી અને કોટ ભેટમાં આપી હતી.

  રાષ્ટ્રપતિ જીનબેકોવ એ એસસીઓ પરિષદ દરમિયાન રાષ્ટ્રાધ્યક્ષોની બેઠક પહેલા વડાપ્રધાન મોદી સાથે રૂબરૂ મુલાકાત કરી હતી. તેમજ તેમને ર સમોવર ઉપહારમાં આપ્યું હતું

વડાપ્રધાન  કાર્યાલયનાં સત્તાવાર ટ્વિટર હેન્ડ્લ પર કિર્ગીઝ ટોપી અને કોટ પહેરેલા વડાપ્રધાનની તસવીર શેયર કરવામાં આવી હતી. પીમઓએ આ તસવીરોનાં કેપ્શનમાં લખ્યું હતું કે, રાષ્ટ્રપતિ જીવબેકોવએ બિશ્કેકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને કિર્ગીસ્તાનની પરંપરાગત ટોપી કલ્પક અને પરંપરાગત કોટ ચાપન તેમજ પાણી ગરમ કરવાનું પાત્ર સમોવર ભેટમાં આપ્યું હતું.

 . ટ્વિટમાં જણાંવવામાં આવ્યું હતું કે વડાપ્રધાન મોદી આ શિષ્ટાચાર માટે રાષ્ટ્રપતિ જીવબેકોવનાં આભારી છે.

(12:24 am IST)