Gujarati News

Gujarati News

News of Monday, 17th June 2019

પુંછનાં શાહપુર સેક્ટરમાં પાકિસ્તાનની અવળચંડાઈ એલઓસી પર અંધાધૂંધ ફાયરિંગ :ભારે મોર્ટર સેલિંગ

સમીસાંજે ભારે ગોળીબાર કરતા ભારતીય સેનાની જવાબી કાર્યવાહી શરૂ

જમ્મુ-કશ્મીરમાં પુંછનાં શાહપુર સેક્ટરમાં રવિવારનાં આજ રોજ સાંજના પાકિસ્તાન તરફથી ભારે ગોળીબાર થઇ રહ્યો છે. પાકિસ્તાની સેના તરફથી ભારે મોર્ટાર શેલિંગ શરૂ છે. એલઓસી સાથે જોડાયેલ ગામડામાં ભયનો માહોલ બનેલો છે. ગોળીબાર બાદથી જ ભારતીય સેનાએ પણ જવાબી કાર્યવાહી પણ શરૂ કરી દેવાઇ.છે

  ટ્રે ઉલેલ્ખનીય છે કે પુંછ જિલ્લામાં નિયંત્રણ રેખા પર કેટલાંક દિવસની ખામોશી બાદ એક વાર ફરી પાકિસ્તાની સેનાએ વીતેલા બે સપ્તાહોથી શાહપુર સેક્ટરમાં સેનાની ચોકીઓ અને રહેવાસી વિસ્તારોને નિશાન બનાવેલ છે.

ગઇ 10 જૂનનાં રોજ પણ સાંજનાં પાંચ કલાકનાં અંદાજે પાકિસ્તાની સેનાએ ગોળીબાર કરી. આનો સેનાએ પણ જડબાતોડ જવાબ આપ્યો. ગોળીબારથી ક્ષેત્રમાં પણ ભયનો માહોલ સર્જાઇ ગયો છે. પાકિસ્તાન સેનાએ ભારતીય ચોકીઓને નિશાન બનાવ્યા હતાં. જેમાં એક જવાન શહીદ થઇ ગયો. ત્યાં એક જવાન ગોળી લાગવાથી ઘાયલ થઇ ગયો.હતો 

(12:00 am IST)