Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

નશામાં ધૂત થઈ મિત્રો સાથે મોડી રાત સુધી નાચતા રહ્યા વરરાજા:ચોરીમાં રાહ જોતી કન્યાએ બીજા સાથે કર્યા લગ્ન

દુલ્હનના પરિવારજનોએ નારાજ થઈને આ નિર્ણય લીધો:વરરાજાને લગ્ન કર્યા વિના જ પરત ફરવું પડ્યું હતું.

રાજસ્થાનના ચુરુમાં એક વરરાજાને લગ્ન દરમિયાન કલાકો સુધી ધમાલ મસ્તી કરીને કલાકો સુધી નાચતા રહેવું મોંઘું પડી ગયું. મિત્રો સાથે ડાન્સના ચક્કરમાં વરરાજા મોડી રાત સુધી મંડપમાં ન પહોંચતા રાહ જોઈ રહેલી દુલ્હને અન્ય યુવક સાથે લગ્ન કરી લીધા હતા. દુલ્હનના પરિવારજનોએ નારાજ થઈને આ નિર્ણય લીધો. આ પછી વરરાજાને લગ્ન કર્યા વિના જ પરત ફરવું પડ્યું હતું

  આ મામલો ચેલાનાબાસ ગામનો છે જ્યાં મોડી રાત સુધી વરરાજા અને તેના મિત્રો ડીજેની ધૂન પર ડાન્સ કરતા રહ્યા. જાનમાં આવેલા વરરાજા અને તેના મિત્રોનો હંગામો જોઈને કન્યા અને તેના પરિવારજનો ગુસ્સે થઈ ગયા. ગુસ્સામાં કન્યા અને તેના પરિવારજનોએ આખા વરઘોડાને જ પાછો વાળી દીધો. ધમાલ મસ્તીથી પરેશાન થઈને કન્યાના પરિવારના સભ્યો અને ગ્રામજનોએ તેના લગ્ન અન્ય યુવક સાથે કરાવ્યા અને વિદાય પણ કરી દીધી. હવે વર પક્ષે પોલીસ સ્ટેશન પહોંચીને આ મામલે ફરિયાદ નોંધાવી છે.

  પોલીસના જણાવ્યા અનુસાર, 15 મેના રોજ હરિયાણાના સિવાની વોર્ડ નંબર 10માં રહેતા અનિલ રાજગઢના ચેલાનાબાસ રહેતી મંજુ નામની યુવતી સાથે લગ્ન થવાના હતા. પોલીસે બંને પરિવારોને સમજાવી મામલો શાંત પાડી દીધો છે. હકિકત એવી હતી કે લગ્નના માંડવે પહોંચવા વરઘોડો લઈને વરરાજાને પહોંચવામાં મોડું થતાં અને ધમાલ મચાવી હતી. રિપોર્ટ મુજબ રાત્રે લગભગ 9 વાગ્યે વરઘોડો નીકળ્યો હતો. 150 લોકો ડીજેના તાલે ડાન્સ કરતાં એટલા મગ્ન થઈ ગયા કે તેમને સમયનું ભાન ન રહ્યું નશામાં ધૂત અને ડીજેની ધૂનમાં મસ્ત વરરાજા સહિતની જાન રાત્રે 2 વાગ્યા સુધી નાચતા રહ્યા અને કન્યા મંડપમાં વરરાજાની રાહ જોતી રહી.

(8:57 pm IST)