Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

હરિદ્વાર ધર્મ સંસદ: સુપ્રીમ કોર્ટે જીતેન્દ્ર ત્યાગી (અગાઉ વસીમ રિઝવી તરીકે ઓળખાતા) ને વચગાળાના જામીન આપ્યા : ડિસેમ્બર 2021 માં હરિદ્વારમાં યોજાયેલ ધર્મ સંસદમાં ઉશ્કેરણી જનક અને દ્વેષપૂર્ણ ભાષણ કેસમાં ધરપકડ થઇ હતી


ન્યુદિલ્હી : ડિસેમ્બર 2021 માં યોજાયેલ હરદિવાર ધર્મ સંસદમાં દ્વેષપૂર્ણ ભાષણોની તપાસના સંબંધમાં ધરપકડ કરાયેલ જીતેન્દ્ર ત્યાગી (અગાઉ વસીમ રિઝવી તરીકે ઓળખાતા) ને સુપ્રીમ કોર્ટે મંગળવારે વચગાળાના તબીબી જામીન આપ્યા છે.[જિતેન્દ્ર નારાયણ ત્યાગી ઉર્ફે વસીમ રિઝવી વિરુદ્ધ ઉત્તરાખંડ રાજ્ય અને એનઆર]

ન્યાયાધીશ અજય રસ્તોગી અને વિક્રમ નાથની બેન્ચે જો કે ભારપૂર્વક જણાવ્યું હતું કે ત્યાગીએ સમાજમાં સંવાદિતાને ખલેલ પહોંચાડી શકે તેવા કોઈ દ્વેષપૂર્ણ ભાષણો ન આપવા જોઈએ.

સમાજમાં સંવાદિતા જાળવવી જોઈએ તેના પર ભાર મૂક્યા પછી તેણે તબીબી આધાર પર જામીન મંજૂર કર્યા.

શિયા વક્ફ બોર્ડના ભૂતપૂર્વ અધ્યક્ષ ત્યાગી, જેમણે તાજેતરમાં હિન્દુ ધર્મ અપનાવ્યો હતો, ગયા વર્ષે ડિસેમ્બરમાં હરિદ્વારમાં તેમના ભડકાઉ ભાષણ બદલ ઉત્તરાખંડ પોલીસે જાન્યુઆરી 2022 માં ધરપકડ કરી હતી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(7:54 pm IST)