Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

કાર રસ્તાની બાજુએ ઊભેલી ટ્રક સાથે ટકરાતાં પાંચનાં મોત

હરિયાણાના રેવાડી જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માતઃમૃતકોમાં એક બાળક પણ સામેલ અને ૧૨ લોકો ઘાયલ થયા છે, ઘાયલોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા

 રેવાડી, તા.૧૭ :હરિયાણાના રેવાડી જિલ્લામાં એક દર્દનાક માર્ગ અકસ્માત થયો છે. આ અકસ્માત એનએચ-૪૮ પર ઓડી ગામની નજીક થયો છે.  જ્યાં એક ક્રુઝર કાર રોડની બાજુમાં ઊભેલી ટ્રક સાથે અથડાઈ ગઈ હતી. આ અકસ્માતમાં ક્રૂઝર કારમાં સવાર ૫ લોકોના મૃત્યુ થઈ ગયા છે. મૃતકોમાં એક બાળક પણ સામેલ છે અને ૧૨ લોકો ઘાયલ થયા છે. ઘાયલોને બાવલના સ્વાસ્થ્ય કેન્દ્ર અને ખાનગી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે.

મળતી માહિતી પ્રમાણે ક્રૂઝર કારમાં ૧૭ લોકો સવાર હતા.

ક્રુઝર કારમાં સવાર પરિવારના સભ્યો હરિદ્વાર અસ્થિ વિસર્જન કરીને જયપુરના સામોદ ગામ પરત ફરી રહ્યા હતા. અકસ્માતની સૂચના મળતા જ પોલીસ ઘટના સ્થળ પર પહોંચીને ઘાયલોને હોસ્પિટલ પહોંચાડ્યા હતા. હાલ પોલીસ આ ઘટનાની તપાસ કરી રહી છે.

પોલીસે જણાવ્યું કે, રાજસ્થાનના જયપુર ખાતે સામોદ ગામમાં એક પરિવાર સોમવારે હરિદ્વારમાં અસ્થિ વિસર્જન માટે ગયો હતો. ક્રુઝર કારમાં પરિવાર અને સંબંધીઓ સહિત કુલ ૧૭ લોકો સવાર હતા. પરત ફરતી વખતે રેવાડીના દિલ્હી-જયપુર હાઈવે પર મંગળવારે સવારે લગભગ ૬:૦૦ વાગ્યે કાર ઓઢી઼ કટ નજીક ઊભેલી એક ટ્રક સાથે અથડાઈ હતી. આ અકસ્માતમાં ૫ લોકોના મૃત્યુ થઈ ગયા છે.

આ અકસ્માત બાદ આરોપી ટ્રક ડ્રાઈવર વાહન લઈને ઘટના સ્થળથી ફરાર થઈ ગયો છે. હાઈવે પરથી પસાર થઈ રહેલા લોકોએ અકસ્માતની સૂચના પોલીસને આપી હતી. પોલીસે મૃતકોના મૃતદેહોને કબજે કરીને હોસ્પિટલના શબઘરમાં રાખ્યા છે. હાલ પોલીસ આ મામલે તપાસ કરી રહી છે.

(7:50 pm IST)