Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

સંજય રાઉત સામે માનહાનિ અને ઉત્પીડનનો કેસ દાખલ કરવામાં આવશે : કિરીટ સોમૈયાની પત્ની કોર્ટમાં જશે : ડૉ મેધા કિરીટ સોમૈયા અને સોમૈયા પરિવાર દ્વારા સંચાલિત NGO યુવા પ્રતિષ્ઠાન 100 કરોડ રૂપિયાના શૌચાલય કૌભાંડમાં સામેલ હોવાના સંજય રાઉતના નિવેદન વિરુદ્ધ પોલીસ ફરિયાદ

મુંબઈ :  શિવસેનાના નેતા સંજય રાઉતે દાવો કર્યો હતો કે ડૉ મેધા કિરીટ સોમૈયા અને સોમૈયા પરિવાર દ્વારા સંચાલિત NGO યુવા પ્રતિષ્ઠાન 100 કરોડ રૂપિયાના શૌચાલય કૌભાંડમાં સામેલ છે.

શિવસેના નેતા સંજય રાઉતની મુશ્કેલીઓ વધી શકે છે. ભારતીય જનતા પાર્ટીના નેતા કિરીટ સોમૈયાની પત્ની રાઉત વિરુદ્ધ માનહાનિનો કેસ કરવા જઈ રહી છે. ખુદ બીજેપી નેતાએ ટ્વિટર પર આ જાણકારી આપી છે. એવા અહેવાલ છે કે શિવસેનાના નેતાએ 100 કરોડ રૂપિયાના શૌચાલય કૌભાંડનો આરોપ લગાવ્યો હતો. ખાસ વાત એ છે કે આ સંબંધમાં રાઉત વિરુદ્ધ પોલીસમાં ફરિયાદ નોંધાઈ ચૂકી છે.

સોમૈયાએ માહિતી આપી હતી કે તેમની પત્ની પ્રોફેસર ડૉ. મેધા કિરીટ સોમૈયા 18 મેના રોજ રાઉત વિરુદ્ધ માનહાનિ અને ઉત્પીડનનો કેસ દાખલ કરશે. તેમણે કહ્યું કે આ કેસ આઈપીસીની કલમ 499, 500 હેઠળ મુંબઈની સાવેરી કોર્ટમાં નોંધવામાં આવશે. તેમણે વીડિયો મેસેજ દ્વારા જણાવ્યું કે 100 કરોડ રૂપિયાના ટોયલેટ કૌભાંડ કેસમાં આ કાર્યવાહી કરવામાં આવશે.

ગયા અઠવાડિયે, બીજેપી નેતાની પત્નીએ રાઉત વિરુદ્ધ મુલુંડ પૂર્વના નવઘર પોલીસ સ્ટેશનમાં મીડિયામાં "દૂષિત અને અયોગ્ય નિવેદનો" કરવા બદલ ફરિયાદ નોંધાવી હતી. અગાઉ, તેમણે શિવસેનાના નેતાને બદનક્ષીની નોટિસ પણ મોકલી હતી, જેમાં તેમને તેમના "ખોટા અને બદનક્ષીભર્યા" નિવેદનો માટે બિનશરતી માફી માંગવા કહ્યું હતું.તેવું એચ.ટી.એચ.દ્વારા જાણવા મળે છે.

(7:25 pm IST)