Gujarati News

Gujarati News

News of Tuesday, 17th May 2022

ટિવન્‍સ બહેનોએ એક જ હોસ્‍પિટલમાં: એક જ દિવસે બાળકોને જન્‍મ આપ્‍યો

વોશીંગ્‍ટન, તા.૧૭: અમેરિકાની જીલ જસ્‍ટિનિયાની અને એરિન ચેપ્‍લક નામની એકસરખી દેખાતી ટિવન્‍સ બહેનોએ પોતાના જીવનમાં લગભગ પ્રત્‍યેક કામ સાથે જ કર્યાં છે; સાથે રમતી, સાથે જમતી અને સાથે સૂતી આ બન્ને બહેનો એક જ ઘોડિયામાં એકમેકના પડખે સૂતાં કિલકારી કરતી હતી.

હવે આજે બન્ને બહેનોએ એક જ દિવસે એક જ હૉસ્‍પિટલમાં થોડા કલાકના અંતરે એકસમાન વજન અને કદ ધરાવતાં સ્‍વસ્‍થ બાળકોને જન્‍મ આપ્‍યો છે. આશ્‍ચર્યજનક લાગતું હોવા છતાં વાસ્‍તવમાં આમ બન્‍યું છે. બન્ને બહેનોએ સાથે ગર્ભવતી થવાની યોજના ઘડી ત્‍યારે તેમને સહેજેય ખ્‍યાલ નહોતો કે તેમનાં બાળકોનો જન્‍મ પણ એક જ દિવસે થશે.

(3:48 pm IST)