Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

કોરોનાની ત્રીજી લહેરના બારણે ટકોરા : ઉત્તરાખંડમાં 1000 બાળકોને કોરોના પોઝીટીવ : તંત્ર ચોંકી ઉઠ્યું

ઉતરાખંડમાં અત્યાર સુધીમાં કુલ 2131 બાળકો કોવિડ સંક્રમણનો ભોગ બન્યા

નવી દિલ્હી : દેશમાં કોરોના વાયરસના સંક્રમણમાં ઘટાડો અને રિકવરી રેટમાં વધારો થયો છે પરંતુ ઉતરાખંડ રાજયમાં છેલ્લા 15 દિવસમાં 9 વર્ષ સુધીના 1000 બાળકોને કોરોના થતા તંત્ર ચોંકી ઉઠયું છે. ભારત કોરોનાની બીજી લહેરનો સામનો કરી રહયું છે ત્યારે ત્રીજી લહેર દસ્તક દઇ રહી હોય તેવો ભયનો માહોલ ઉતરાખંડમાં ઉભો થઇ રહ્યો છે. બાળકોમાં કોરોના વધતા જતા સંક્રમણથી પડકાર વધ્યો છે. ઉતરાખંડના આરોગ્ય વિભાગે માહિતી આપી હતી કે કેટલાક બાળકોને સારવાર માટે હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે.

છેલ્લા કેટલાક સમયથી નિષ્ણાતો દ્વારા ચેતવવામાં આવે છે કે કોરોનાની ત્રીજી લહેર આવશે તો તેમાં બાળકોને સંક્રમિત થતા બચાવવા પડશે. ઉતરાખંડમાં અત્યાર સુધીમાં કુલ 2131 બાળકો કોવિડ સંક્રમણનો ભોગ બન્યા છે

. 1 એપ્રિલથી 15 એપ્રિલ દરમિયાન 264 બાળકો પોઝિટિવ થયા હતા જયારે 16 એપ્રિલથી 30 એપ્રિલ દરમિયાન 1053 બાળકો અને 1 મે થી 14 મે દરમિયાન 1000 જેટલા બાળકોને કોરોના સંક્રમણ થયું છે. ઉતરાખંડ પહાડી વિસ્તાર જયાં શુધ્ધ ઓકિસજન અને હવા પાણી ગણાય છે તે પણ કોરોનાથી મુકત રહી શકયું નથી.

અનેક ગ્રામીણ વિસ્તારોમાં લોકો હેલ્થ ઇમરજન્સી જેવી સ્થિતિનો સામનો કરી રહ્યા છે. તાવ અને શરદીની દવાની તંગી અનુભવી રહ્યા છે. છેલ્લા 15 દિવસમાં કોરોના સંક્રમણથી જેટલા મુત્યુ થયા છે એટલા એક વર્ષમાં થયા નથી. ઉત્તરપ્રદેશની પ્રતિ લાખ વસ્તીએ જેટલા એકટિવ કેસ છે તેની સરખામણીમાં ઉત્તરાખંડમાં વસ્તીના પ્રમાણમાં વધારે સંક્રમણ કેસ છે. ઉતરાખંડમાં કોરોના વાયરસના કુલ એકટિવ કેસ 79379 છે જયારે 4426થી વધુ લોકોના મુત્યુ થયા છે

(11:57 pm IST)