Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

કેન્દ્ર સરકારની મોટી જાહેરાત : કોવિડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાંથી પ્લાઝમા થેરપીને હટાવી દીધી

રિવાઈઝ્ડ ક્લીનિક ગાઈડલાઈન જારી : પ્લાઝમા થેરપીનો કોઈ ઉલ્લેખ નથી

કેન્દ્ર સરકારે કોવિડ ટ્રીટમેન્ટ પ્રોટોકોલમાંથી પ્લાઝમા થેરપીને હટાવાની જાહેરાત કરી છે. તાજેતરમાં કોવિડ પર બનેલી ટાસ્ક ફોર્સની મીટિંગમાં આ મુદ્દે ચર્ચા થઈ હતી જેમાં કહેવાયું હતું કે પ્લાઝ્મા થેરપીને ફાયદો થતો નથી. હેલ્થ મિનિસ્ટ્રીના જોઈન્ટ મોનીટરિંગ ગ્રુપે કોવિડ 19 ના દર્દીઓના મેનેજમેન્ટ માટે રિવાઈઝ્ડ ક્લીનિક ગાઈડલાઈન જારી કરી છ્ તેમાં પ્લાઝમા થેરપીનો કોઈ ઉલ્લેખ નથી.

સરકારી પેનલે AEFI (adverse events following immunisation) કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રાલયને રિપોર્ટ સોંપીને જણાવ્યું કે 498 ગંભીર કેસોની કરાયેલી સ્ટડીમાં 26 કેસો એવા મળ્યાં છે જેમાં વેક્સિન લીધા બાદ લોહી વહેવા અને લોહી જામી જવાનું જોવા મળ્યું છે. વેક્સિન લીધા બાદ ઓછું જોખમ રહે છે. જોકે કોવેક્સિન લીધા બાદ આવી કોઈ ઘટના બની નથી.

   ઉપરાંત, લોહી જામી જવા અંગે રિપોર્ટમાં કહેવાયું કે વેક્સિનના કુલ 10 લાખ ડોઝમાં આવા 0.61 ટકા કેસ મળ્યાં છે. પેનલના રિપોર્ટ અનુસાર, 7 એપ્રિલ સુધી 7 કરોડ 54 લાખ વેક્સિન અપાઈ છે તેમાં દેશમાં કોવિશિલ્ડના 68,650,819 વેક્સિન અપાઈ છે જ્યારે કોવેક્સિનના 6,784,562 વેક્સિન અપાઈ છે. દેશમાં વેક્સિનેશન શરુ થયા બાદ અત્યાર સુધી કુલ 753 જિલ્લામાંથી 684 જિલ્લામાં વેક્સિન લીધા બાદ કોઈ મોટી આડઅસર જોવા મળી નથી.

  પેનલે તેના રિપોર્ટમાં એવું પણ જણાવ્યું કે ભારત બાયોટેક દ્વારા બનાવેલી કોવેક્સિનના ઉપયોગથી લોહી વહેવા કે જામી જવાની કોઈ ઘટના સામે આવી નથી.
  પેનલના રિપોર્ટમાં એવું પણ કહેવાયું છે કે લોહીમાં કોઈ પણ પ્રકારની સમસ્યાનું જોખમ દક્ષિણ એશિયાના લોકોમાં 70 ટકા ઓછું રહે છે. સ્વાસ્થ્ય મંત્રાલયની વતી ટૂંક સમયમાં હેલ્થકેર વર્ક્સ અને વેક્સિન લગાડનાર લોકોને પ્રેરિત કરવામાં આવશે કે વેક્સિન લીધા બાદ લોહી વહેવા કે લોહી જામી જવાની કોઈ સમસ્યા સર્જાય તો 20 દિવસની અંદર તેની જાણ કરવામાં આવે.

(11:24 pm IST)