Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

સમર્થનની યાદીમાં ભારતનું નામ ન મૂકતાં ભાજપ ટ્રોલ થયું

ઈઝરાયલનું સમર્થન કરનારાઓનો આભાર માન્યો : નેતન્યાહૂએ અમેરિકા સહિત ૨૫ દેશોનો આભાર માન્યો

નવી દિલ્હી, તા. ૧૭ : ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂએ રવિવારે એક ટ્વીટ કરી હતી જેમાં તેમણે પેલેસ્ટાઈન વિરૂદ્ધ ઈઝરાયલનું સમર્થન કરનારા દેશોનો આભાર માન્યો હતો. ટ્વીટમાં તેમણે ૨૫ દેશોનો ઉલ્લેખ કર્યો હતો જેમાં ભારતનું નામ નહોતું સામેલ. ભાજપના અનેક નેતાઓએ ઈઝરાયલના સમર્થનમાં પોસ્ટ મુકી હતી પરંતુ નેતન્યાહૂએ જાહેર કરેલી યાદીમાં ભારતનું નામ હોવાથી સોશિયલ મીડિયા પર સત્તાધારી ભાજપને ટ્રોલ કરવામાં આવી હતી.

તરફ નેતન્યાહૂએ જે દેશોનો આભાર માન્યો હતો તેમાંથી એકે ઈઝરાયલને સમર્થન આપવાની વાત નકારી દીધી છે. નેતન્યાહૂએ આભાર વ્યક્ત કરતી ટ્વીટ કરી હતી તેમાં દેશે જે જવાબ આપ્યો છે તેનાથી ઈઝરાયલના વડાપ્રધાન ભારે શરમમાં મુકાયા છે.

નેતન્યાહૂએ ટ્વીટમાં અમેરિકા, અલ્બાનિયા, ઓસ્ટ્રેલિયા, ઓસ્ટ્રિયા, બ્રાઝિલ, બલ્ગેરિયા, કેનેડા, કોલંબિયા, સાઈપ્રસ, ચેક ગણરાજ્ય, જ્યોર્જીયા, જર્મની, ગુએટમાલા, હોન્દુરાસ, હંગરી, ઈટાલી, લુથુઆનિયા, મોલ્ડોવા, નેધરલેન્ડ, મેસિડોનિયા, પરાગ્વે, સ્લોવેનિયા, યુક્રેન, ઉરાગ્વેનું નામ લીધું હતું. ટ્વીટમાં ઈઝરાયલ સમર્થક જે ૨૫ દેશોનો ઝંડો દેખાડવામાં આવ્યો હતો તેમાં બોસ્નિયા અને હર્જેગોવિનાનો ઝંડો પણ હતો. બોસ્નિયા અને હર્જેગોવિનાની પ્રેસિડેન્શિયલ કાઉન્સિલના એક સદસ્યએ રવિવારે નેતન્યાહૂની ટ્વીટને લઈને પ્રતિક્રિયા આપી હતી. તેમણે લખ્યું હતું કે, તેમનો દેશ નિર્દોશ નાગરિકોનો જીવ લેવામાં આવે તેને સમર્થન નથી આપતો.

પ્રેસિડેન્શિયલ કાઉન્સિલના સદસ્ય સેફિક જફેરોવિચે ફેસબુક પોસ્ટમાં લખ્યું હતું કે, ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂને હું મેસેજ આપવા માંગુ છું કે, બોસ્નિયા અને હર્જેગોવિના ગાઝામાં ઈઝરાયલી સુરક્ષા દળો દ્વારા નિર્દોષ લોકોનો જીવ લેવામાં આવી રહ્યો છે તેનું સમર્થન નથીકરતા અને કરી પણ શકે.સાથે તેમણે ગાઝા ખાતેઈઝરાયલ દ્વારા જે હુમલાકરવામાં આવી રહ્યા છે તેને રોકવા પણ વિનંતી કરી હતી.બોસ્નિયા અને હર્જેગોવિનાના વિદેશ મંત્રી બિસેરા તુર્કોવિચે પણ ઈઝરાયલના વડાપ્રધાન નેતન્યાહૂને સમર્થન આપવાના દાવાને નકારી દીધો છે.

(7:23 pm IST)