Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

મુંબઈથી 175 કિમિ દૂર મધ દરિયે ONGC ના 273 કર્મીઓ બોમ્બે હાઇ ફિલ્ડ્સ નજીક એક જહાજ પર વાવાઝોડામાં ફસાયા : ભારતીય નૌસેનાએ બે જહાજો બચાવ કાર્ય માટે મોકલ્યા : મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે રાખી રહ્યા છે પરિસ્થિતિ પર ચાંપતી નજર

મુંબઇ : ચક્રવાત 'તૌકતે' ને કારણે મુંબઈમાં ભારે વાવાઝોડા સાથે 75-85 કિમી પ્રતિ કલાકની ઝડપે ભારે પવન ફૂંકાય છે, જેના કારણે ઘણાં વૃક્ષોનો સોથ વળી ગયો છે અને અનેક મકાનોને નુકસાન પહોંચ્યું છે. વાવાઝોડાએ રસ્તા પર ટ્રાફિકને પણ ખોરવી નાખ્યો છે, પરંતુ કોઈ જાનહાની ના સત્તાવાર અહેવાલ નથી.

અધિકારીઓએ માહિતી આપી છે કે બોમ્બે હાઇ પર ફસાયેલા ONGC ના લગભગ 273 કર્મચારીઓને બચાવવા માટે ભારતીય નૌસેનાએ બે જહાજો મોકલ્યા છે. આ ઓએનજીસી કર્મચારીઓ મુંબઇથી લગભગ 175 કિલોમીટર દૂર મધ દરિયે, બોમ્બે હાઇ ફિલ્ડ્સ નજીક એક જહાજ પર ફસાયા છે. અધિકારીઓએ કહ્યું કે મુખ્ય પ્રધાન ઉદ્ધવ ઠાકરે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છે.

(6:41 pm IST)