Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

સેન્સેક્સમાં ૮૪૮ પોઈન્ટનો કૂદકો, SBIના શેર ઊછળ્યા

ઓટોમોબાઈલ, મેટલ અને નાણાકીય શેરોમાં ખરીદી : શેરબજારોમાં ચોથા ત્રિમાસિક ગાળાના સારા પરિણામની પાછળ તેજી, કોરોનાના કેસ ઘટતા પણ જેતીને વેગ મળ્યો

મુંબઈ, તા. ૧૭ : બેક્ન, ફાઇનાન્સ, ઓટોમોબાઈલ, મેટલ અને નાણાકીય ક્ષેત્રના શેરોમાં જોરદાર ખરીદી પર સ્થાનિક સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સત્રમાં સ્થાનિક શેર બજારો ૧.૫ ટકાના ઉછાળા સાથે બંધ થયા છે. ૩૦ શેરો વાળા પ્રમુખ બીએસઈના સેન્સેક્સ ૮૪૮.૧૮ અંક એટલે કે ૧.૭૪ ટકા વધીને ૪૯૫૮૦.૭૩ પર બંધ થયો છે. એ જ રીતે એનએસઈ નિફ્ટી ૨૪૫.૩૫ પોઇન્ટ એટલે કે ૧.૬૭ ટકાના વધારા સાથે ૧૪૯૨૩.૧૫ પોઇન્ટના સ્તર પર બંધ થયો છે. એનએસઈ નિફ્ટીમાં ઈન્ડસઇન્ડ બેક્ન, એસબીઆઈ, આઈસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેંક અને યુપીએલના શેરમાં સૌથી વધુ તેજી જોવા મળી. તે જ સમયે, સિપ્લા, ભારતી એરટેલ, એલએન્ડટી, એસબીઆઈ લાઇફ ઇન્સ્યુરન્સ અને નેસ્લે ઈન્ડિયા નિફ્ટીમાં મોટો ઘટાડો નોંધાયો હતો.

નિફ્ટી એનર્જી, બેંક, ઓટો, મેટલ અને પીએસયુ બેંક ઈન્ડિક્સ એકથી ચાર ટકાના વધારા સાથે બંધ થયા છે. બીજી તરફ બીએસઈના મિડકેપ અને સ્મોલકેપ સૂચકાંકોમાં ૧.૬-૧.૬ ટકાનો ઉછાળો જોવાયો હતો.

બીએસઈ સેન્સેક્સ પર ઇન્ડસઇન્ડ બેક્નના શેરમાં ૭.૨૭ ટકાનો ઉછાળો જોવા મળ્યો. આ સિવાય એસબીઆઈના શેરમાં ૬.૩૫ ટકાનો વધારો થયો છે. આઇસીઆઈસીઆઈ બેંક, એચડીએફસી બેક્ન, એક્સિસ બેક્ન, એચડીએફસી, બજાજ ફિનસર્વ, અલ્ટ્રાટેક સિમેન્ટ, કોટક મહિન્દ્રા બેંક, બજાજ ફાઇનાન્સ, મહિન્દ્રા અને મહિન્દ્રા, એચસીએલ ટેક, રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝ, ઓએનજીસી, ડોક્ટર રેડ્ડીઝ, ઇન્ફોસીસ, ટાઇટન, ટીસીએસ, ટેક મહિન્દ્રા, બજાજ ઓટોના શેર્સ, એશિયન પેઇન્ટ્સ, એનટીપીસી અને આઇટીસી લીલા નિશાન સાથે બંધ થયા છે.

બીજી તરફ લાર્સન અને ટુબ્રોના શેરમાં ૨.૦૨% નો સૌથી મોટો ઘટાડો જોવા મળ્યો. આ સિવાય ભારતી એરટેલ, નેસ્લે ઈન્ડિયા, સન ફાર્મા, પાવરગ્રિડ, મારુતિ અને હિન્દુસ્તાન યુનિલિવર લિમિટેડના શેર પણ લાલ નિશાન સાથે બંધ થયા છે.

રિલાયન્સ સિક્યોરિટીઝના વડા (વ્યૂહરચના) વિનોદ મોદીએ જણાવ્યું હતું કે સ્થાનિક શેર બજારોમાં ચોથા ત્રિમાસિક ગાળાના સારા પરિણામની પાછળ જોરદાર તેજી જોવા મળી હતી અને કોરોના રોગચાળાના બીજા મોજામાં નવા કેસોમાં ઘટાડો થવાના પ્રારંભિક સંકેતો છે.

એલ.કે.પી. સિક્યોરિટીઝના હેડ (રિસર્ચ) એસ રંગનાથને જણાવ્યું હતું કે, રસીકરણ અભિયાનમાં વેગ મળશે અને ડીઆરડીઓ-વિકસિત દવા શરૂ કરવામાં આવે તે પછી આવતા દિવસોમાં શેર બજારોમાં તેજી આવશે. સોમવારે બેંકો, ઓટો અને મેટલ શેરોમાં ઉછાળો જોવા મળ્યો હતો. સપ્તાહના પ્રથમ ટ્રેડિંગ સેશનમાં ફાર્મા શેરોમાં નફો-બુકિંગ થયું હતું.

એશિયાના અન્ય બજારોની વાત કરીએ તો, શાંઘાઇ અને હોંગકોંગમાં શેર બજારો તેજી સાથે બંધ થયા છે. તે જ સમયે, ટોક્યો અને સિઓલના શેર બજારો લાલ નિશાન સાથે બંધ થયા છે.

(9:01 pm IST)
  • ૧૫ જૂન સુધી પુરીનું જગન્નાથજીનું મંદિર દર્શનાર્થીઓ માટે બંધ રહેશે ઓડિશા અને જગન્નાથ પુરીમાં કોવિડ -19 કેસોમાં વધારો થતાં ભગવાન જગન્નાથજી મંદિરના અધિકારીઓએ આ ૧૨ મી સદીનું મંદિર ૧૫ જૂન સુધી ભક્તો માટે બંધ રહેશે તેવી જાહેરાત કરી છે. ઓડિશા સરકારે રાજ્યમાં લોકડાઉન લગાવ્યા બાદ ૫ મેથી આ જગ વિખ્યાત મંદિર દર્શન માટે બંધ કરાયું છે. access_time 9:27 am IST

  • વાવાઝોડાને કારણે પવનની ઝડપ ૧૦૦-૧૨૦ રહેવાની હોય રાજકોટ શહેર જીલ્લાના લોકો જર્જરીત અને કાચા મકાનોમાંથી તાકીદે ખસી જાય : કલેકટર : વાવાઝોડા સંદર્ભે રાજકોટ કલેકટર રેમ્યા મોહનની લોકોને અપીલ : વાવાઝોડાને કારણે પવનની ઝડપ ૧૦૦-૧૧૦-૧૨૦ કિ.મી. રહેવાની હોય ચેતવણી હોય લોકો પોતાના જર્જરીત અને કાચા મકાનોમાંથી તાત્કાલીક ખસી જાય : તંત્ર દ્વારા ગઈકાલથી જ સ્થળાંતરની કામગીરી ચાલુ છે : સ્થળાંતર અંગે નજીકના મામલતદાર - તલાટી - ડે. કલેકટરનો સંપર્ક તાકીદે કરવો access_time 12:15 pm IST

  • રાજકોટ, મોરબી અને આસપાસના વિસ્તારોમાં સોમ અને મંગળવાર સુધીમાં ૫ થી ૭ ઇંચ જેવા ભારે વરસાદની સંભાવના દર્શાવવામાં આવી છે. bbc પણ રાજકોટને ભારે વરસાદવાળા ઝોનમાં મુકે છે. access_time 9:28 am IST