Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

કોરોના ફ્રાઇટર : સ્કૂટીની સામે આવતા જ વ્યકિત સેનેટાઇઝ થઇ જાય

રાજસ્થાનના ઉત્તરટોલાના રહેવાસી કમલેશ કુમારે ઓટોમેટીક સેનેટાઇઝર સીસ્ટમ બનાવી : રૂ. ૧ હજારનો ખર્ચ : ભીડવાળા વિસ્તારમાં સેન્સર આપમેળે કામ કરવા લાગે છે

બારાબંકી : કોરોના સંકટમાં ભીડવાળી જગ્યાઓએ જવું એ મજબુરી છે. ત્યારે પોતાના સ્કૂટરમાં સેનેટાઇઝરનો ફુવારો લગાડી કમલેશ કુમાર પ્રખ્યાત બન્યા છે. તેમણે સ્કૂટીમાં ફુવારા સીસ્ટમ લગાડી છે. તેઓ બીએ કર્યું છે અને ઇલેકટ્રોનીકસમાં ડીપ્લોમાં કર્યો છે.

કમલેશ કુમારે લગભગ ૧ હજાર રૂપિયાના ખર્ચે આ સીસ્ટમ સહયોગી મનોજ સાથે મળી તૈયાર કરી છે. જેનુ નામ કોરોના ફાઇટર રાખ્યુ છે. તેમણે જણાવેલ કે આઇઆર કેમેરા, પ્રેશર પંપ, સેન્સર અને સેનેટાઇઝરની બોટલ રાખી સીસ્ટમ બનાવી છે.સ્કૂટરના હેન્ડલ પાસે ફુવારાના બે સીસ્ટમ લગાડી છે. જેવું કોઇ સ્કૂટીની સામે આવે છે કે તરત ઓટોમેટીક ફુવારાથી સેનેટાઇઝરનો સ્પ્રે થશે. ઉપરાંત ભીડવાળા વિસ્તારમાં સીસ્ટમ સેનેટાઇઝ કરવાનું શરૂ કરી દેશે.  સીસ્ટમથી લોકો સંક્રમણથી બચી શકશે. તેમ કમલેશે જણાવેલ.

(3:15 pm IST)