Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

ફલેટમાં રહેનારા લોકો વધારે થાય છે સંક્રમીત : મેઇન કારણ છે લીફટ

ઝુંપડપટ્ટી વાળા લોકો વધારે સતર્કઃ સર્વે

કોલકતા, તા., ૧૭: કોરોનાની બીજી લહેર દરમ્યાન એપાર્ટમેન્ટમાં રહેનારા લોકો સૌથી વધારે સંક્રમીત થઇ રહયા છે. કોલકતા મ્યુનીસીપલ કોર્પોરેશનના સર્વેમાં આ વાત જાણવા મળી છે. આરોગ્ય નિષ્ણાંતોનું કહેવું છે કે એપાર્ટમેન્ટમાં રહેનારા લોકોમાં જાગરૂકતાની કમી છે. આ કારણે સંક્રમણ ઝડપથી ફેલાઇ રહયું છે. તો આનાથી સાવ ઉલ્ટુ ઝુંપડામાં રહેતા લોકોમાં બીમારી પ્રત્યે વધારે જાગૃતી જોવા મળી છે.

છેલ્લા સાત દિવસોમાં કોલકતામાં આવેલ ફુલ કોરોના સંક્રમીતોમાં ૬પ ટકા લોકો એપાર્ટમેન્ટમાં રહેનારા છે. જયારે ૩૦ ટકા સંક્રમીતો પોતાના મકાનમાં રહે છે અને બાકીના પાંચ ટકા ઝુંપડાઓમાં રહેનારા છે. જાહેર આરોગ્ય નિષ્ણાંત અરૂણામ મજુમદાર કહે છે કે મે કોલકતાની અલગ-અલગ જગ્યાઓની મુલાકાત લીધી છે અને જોયુ કે ઝુંપડપટ્ટીમાં રહેનારાઓમાં ઘણી જાગૃતી છે. જયારે એપાર્ટમેન્ટમાં રહેતા લોકો લીફટનો ઉપયોગ કરતી વખતે માસ્ક પહેરવો જોઇએ તેવી વાતો તો બહુ કરે છે પણ તેનું પાલન નથી કરતા સંક્રમણ વધારવામાં આ લીફટ મોટો ભાગ ભજવે છે.

(3:13 pm IST)