Gujarati News

Gujarati News

News of Monday, 17th May 2021

બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોએ પણ ચૂંટણી ખર્ચનો હિસાબ આપવો પડશે : પ્રતિસ્પર્ધી ઉમેદવાર ન હોય તો પણ સરઘસ કાઢી બેન્ડ અને કટ આઉટ સાથે ખર્ચ કરી ધામધૂમથી ઉમેદવારી નોંધાવે છે : બોમ્બે હાઇકોર્ટનો ચુકાદો

મુંબઈ : બોમ્બે હાઈકોર્ટની ઔરંગાબાદ  બેંચે જણાવ્યું છે કે સ્થાનિક સંસ્થાઓની ચૂંટણીમાં બિનહરીફ ચૂંટાયેલા ઉમેદવારોએ પણ તેમના દ્વારા કરવામાં આવેલા ચૂંટણી ખર્ચનો હિસાબ આપવો પડશે.

ન્યાયાધીશ એસ.વી. ગંગાપુરવાલા અને સુનીલ પી દેશમુખની બેંચ દ્વારા ચુકાદો આપતા જણાવાયું હતું કે  ઉમેદવારોમાં તાજેતરનો ટ્રેન્ડ તેમની ઉમેદવારીને ખૂબ ધામધૂમથી જાહેર કરવાનો છે.

તેઓ  ઉમેદવારી ફોર્મ સબમિટ કરતી વખતે પણ, બેન્ડ સાથે સરઘસ કાઢી બેન્ડ અને કટ આઉટ સાથે ખર્ચ કરી ઉમેદવારી નોંધાવે છે. તથા જાહેરાતો કરે છે. જેમાં નોંધપાત્ર ખર્ચ થાય છે, એમ કોર્ટે જણાવ્યું હતું.

નામદાર કોર્ટે  જણાવ્યું હતું કે, આ તમામ કિસ્સાઓમાં હરીફાઈ વિનાની અથવા બિનહરીફ ચૂંટણીઓમાં ચૂંટણી ખર્ચ થશે નહીં અને બિનહરીફ ચૂંટાયેલી ઉમેદવારોને ચૂંટણી ખર્ચમાંથી મુક્તિ મળશે, તેવું  તમામ કેસોમાં કહી શકાતું નથી.તેવું બી.એન્ડ બી.દ્વારા જાણવા મળે છે.

(1:40 pm IST)